• સને ૨૦૨૪-૨૫નું કુલ ડ્રાફ્ટ બજેટ રૂ.૮૭૧૮ કરોડ.
• વર્ષ ૨૦૨૩-૨૪ ના રૂ. ૭૮૪૮ કરોડ ની સાપેક્ષમાં રૂ. ૮૭૦ કરોડનો વધારો
• સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું વિકાસલક્ષી બજેટ
• કોઈ પણ પ્રકારના કર-દરના વધારા વિનાનું બજેટ
• વિકસિત ભારત ૨૦૪૭ના પરીપ્રેક્ષમાં અમૃતકાળમાં સુરત શહેરને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે Fastest Growing City, Iconic City, Growth Hub City, Sustainable and Most Liveable City તરીકે પ્રસ્થાપિત કરતુ બજેટ
• અંદાજિત રૂ. ૪૨૮ કરોડનું રેવેન્યુ Surplus ધરાવતું બજેટ; રેવન્યુ સરપ્લસ બજેટને કારણે આવનાર વર્ષોમાં વિકાસના કામો માટે વધારાનું ફંડ મળશે
• વિકાસલક્ષી કામો માટે વર્ષ ૨૦૨૪-૨૫માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું રૂ.૪૧૨૧ કરોડનું પર્યાપ્ત બજેટ.
• સમગ્ર દેશમાં નીતિ આયોગ દ્વારા સુરતની ગ્રોથ હબ ઈનીશીએટીવ હેઠળ પસંદગી થયેલ હોય, ભારત દેશના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત સંકલ્પને ચરિતાર્થ કરવાની દિશામાં વિકાસલક્ષી આયોજનોને આગળ ધપાવતું બજેટ
• ભારત દેશમાં સુરત શહેરને Engine of Growth તરીકે સ્થાપિત કરવા માટે Growth Hub Development Plan (City Economic Development Plan)ના અમલીકરણની દિશામાં વેગવંતુ બજેટ
• સુરત ખાતે સાકારિત થયેલ આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રીમ સીટી પ્રોજેક્ટ થકી સમગ્ર વિશ્વમાં સુરત શહેરને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરતુ બજેટ
• સુરત શહેરમાં World Class Infrastructure માટે આઇકોનિક પ્રોજેક્ટ્સ અને મોટા નવા પ્રોજેક્ટ્સનું આયોજન.
• સસ્ટેનેબીલીટી માટેના વિશિષ્ટ આયોજન માટે કેપિટલ બજેટના ૧૦% જેટલી રકમનું આયોજન
• નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજીત રૂ. ૪૬૧૩ કરોડના ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન
• આત્મનિર્ભરતાના પ્રયાસ રૂપે રેવેન્યુ આવકમાં વર્ષ ૨૦૨૩-૨૪ કરતાં રૂ. ૩૬૬ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ રૂ.૫૦૨૫ કરોડની આવકનો અંદાજ.
• સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વાર વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૫૦૦૦ કરોડથી વધુની રેવન્યુ આવક મેળવવાનો લક્ષ્યાંક ધરાવતું બજેટ.
• રેવેન્યુ ખર્ચમાં સ્વાવલંબનની નીતિને વેગ આપવા ગતવર્ષ કરતાં માત્ર ૪%નો ન્યુનતમ વધારો.
• સુરત મહાનગરપાલિકામાં પ્રથમ વાર વર્ષ ૨૦૨૩-૨૪ માં,
• વિકાસના કામો માટે આજદિન સુધીનું સૌથી વધુ કેપિટલ ખર્ચ રૂ. ૩૨૦૩ કરોડ વર્ષ ૨૦૨૩-૨૪માં કરવાનો લક્ષ્યાંક; વર્ષ ૨૦૨૨-૨૩ના કેપિટલ ખર્ચથી રૂ. ૬૮૭ કરોડ વધારાના ખર્ચનો લક્ષ્યાંક
• સૌપ્રથમ વાર રૂ. ૩૦૦૦ કરોડથી વધુના વિકાસના કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
• સૌપ્રથમ વાર રૂ. ૪૦૦૦ કરોડથી વધુની રેવેન્યુ આવક પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક
• પેઈડ એફ.એસ.આઈમાં મૂળ બજેટ જોગવાઈ (રૂ. ૬૫૦ કરોડ) કરતા વધારીને સુધારેલ જોગવાઈ (રૂ. ૮૭૫ કરોડ) મુજબનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું આયોજન.
• વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રીન બજેટનું અમલીકરણ;
• કુલ મંજુર થયેલ પ્રોજેક્ટો પૈકી એન્વાયરમેન્ટ સસ્ટેઇનીબ્લીટી અંતર્ગત રૂ.૪૬૮ કરોડનો સમાવેશ.
• કેપિટલ ખર્ચ રૂ. ૩૭૧૦ કરોડ, O&M ખર્ચ રૂ. ૮૩૩ કરોડ,
• કુલ રૂ. ૪૫૪૩ કરોડ ના ૧૦% ૪૫૪ કરોડની સામે રૂ. ૪૬૮ કરોડ કરવામાં આવેલ છે
• વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારી, અર્ધ-સરકારી તથા ખાનગી સંસ્થાને જમીન ફાળવણી સદર્ભે રૂા. ૧૮૬ કરોડ આવકનો લક્ષ્યાંક
• સુરત મહાનગરપાલિકાને મ્યુ. બોન્ડ અન્વયે સર્વેલન્સ રેટીંગમાં CRISIL Ltd. તથા India Rating & Research Pvt. Ltd. ધ્વારા AA+ / stable નું રેટીંગ પ્રાપ્ત થયેલ છે.
• Reformative Budget: Fiscal Strengthening Encouragement Scheme અંતર્ગત રેવેન્યુ આવકમાં વધારો તથા રેવેન્યુ ખર્ચમાં ઘટાડો અને કેપિટલ ખર્ચનો લક્ષ્યાંક સિદ્ધ કરવાના અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવેલ હોય તે મુજબ આ વર્ષ પૂર્ણ થયા બાદ અગ્રેસર દેખાવ કરનાર ઝોન / વિભાગને તેઓએ કરેલ કામગીરીના મૂલ્યાંકનની કામગીરીના આધારે સર્વશ્રેષ્ઠ ઝોન / ડીપાર્ટમેન્ટ તરીકે સન્માનિત કરવામાં આવશે.
• સૌપ્રથમ વાર ગ્રીન મ્યુનીસીપલ બોન્ડનું અમલીકરણ
• ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવશે
Newly Added Area Development
• વર્ષ ૨૦૨૩-૨૪ માં અંદાજીત રૂ. ૩,૮૮૪ કરોડના આયોજનની સામે ૨૦૨૪-૨૫માં અંદાજીત ૪,૬૧૩ કરોડનું આયોજન (રૂ. ૭૨૯ કરોડ નો વધારો)
• નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજીત રૂ. ૪૬૧૩ કરોડનું આયોજન જે પૈકી વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજીત રૂ. ૮૭૮ કરોડની ફાળવણી.
• ડ્રેનેજ સીસ્ટમ માટે તબક્કાવાર અંદાજીત રૂ. ૯૯૨ કરોડના ખર્ચ પૈકી અંદાજીત રૂ. ૨૮૩ કરોડની ફાળવણી.
• (૧૬૭% વધારો – ૧૭૭ કરોડ, સિક્વન્શિયલ બેચ રિએકટર ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પમ્પીંગ સ્ટેશન, ડ્રેનેજ નેટવર્ક તથા રાઈઝીંગ મેઈનના કામો)
• રોડ બનાવવાનાં કામ માટે તબક્કાવાર અંદાજીત રૂ. ૬૭૦ કરોડના ખર્ચ પૈકી અંદાજીત રૂ.૧૬૮ કરોડની ફાળવણી (૧૪૧% વધારો – ૯૮ કરોડ)
• સતત પાણી પુરવઠો પુરો પાડવા માટે તબક્કાવાર અંદાજીત કુલ રૂા.૨૫૮૬.૧૯ કરોડના પ્રોજેક્ટસ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂા.૩૬૦.૬૯ કરોડની ફાળવણી
• (૧૪% નો વધારો – રૂ. ૪૪ કરોડ, ઇન્ટેક વેલ , ફ્રેંચવેલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ટાંકી, ઓવરહેડ ટાંકી, ટ્રાન્સમિશન તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કની કામગીરી માટે)
• સ્ટ્રીટ લાઇટ સુવિધા માટે તબક્કાવાર રૂ. ૩૩ કરોડના ખર્ચ પૈકી રૂ. ૧૩ કરોડની ફાળવણી (૮૪%નો વધારો – ૬ કરોડ)
• અંદાજીત ૨૭ કરોડના ખર્ચે જાહેર પરિવહન સુવિધા
• બ્રીજ માટે ૩ કરોડની ફાળવણી
• નવો બ્રીજ: ડીંડોલી ખરવાસા રોડને ક્રોસ કરતા કરડવા – ડીંડોલી રોડ પર કેનાલને સમાંતર ડીંડોલી મીડલ રીંગરોડ ની કનેકટીવીટી માટે મધુરમ સર્કલ પાસે ફલાયઓવર બ્રીજ માટે રૂ. ૧. ૩૦ કરોડની જોગવાઇ
• ટી.પી. સ્કીમ ૪૬ (ગોથાણ)માં DFCC રેલ્વે લાઈન ઉપર રેલ્વે અન્ડર બ્રીજ ૭-બી માટે રૂ. ૧.૭૦ કરોડ ની જોગવાઈ
• શિક્ષણની સુવિધા માટે અંદાજીત રૂ. ૭૮ કરોડ નું આયોજન
• નવા વિસ્તારોમાં શિક્ષણ માટે Integrated EducationDevelopment Plan બનાવવાનું આયોજન
• નવા સમાવિષ્ટ વિસ્તારો માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે શહેરી આરોગ્ય કેન્દ્ર / ૫૦ બેડ હોસ્પિટલ ની સુવિધા
• નવા વિસ્તારોમાં તમામ ૧૦૧ આંગણવાડી કેન્દ્રોનું સુદૃઢીકરણ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ પ્લાન બનાવવાનું આયોજન
• આંગણવાડી, સિવીક સેન્ટર, પે એન્ડ યુઝ ટોઈલેટ, ઝોન વહીવટી ભવન, ઢોર ડબ્બા, ફાયરસ્ટેશન વિગેરે કામો માટે અંદાજીત રૂ. ૫૦કરોડના ખર્ચ પૈકી અંદાજીત રૂ. ૭ કરોડની ફાળવણી
• તળાવ ડેવલપ કરવાનાં તેમજ ગામતળનો વિકાસ કરવાનાં કામ માટે રૂ. ૧૭ કરોડનાં ખર્ચ પૈકી રૂ. ૧.૭૦ કરોડની ફાળવણી
• નવા વિસ્તારમાં તબક્કાવાર ૫ ટી.પી. સ્કીમોનું આયોજન
Vision Surat 2047
• સુરત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ પ્લાન – ર૦૪૭:
• સુરત ભારત વર્ષમાં “One of the Best Connected City” તરીકે ઉભરી રહ્યું છે; રોડ કનેક્ટીવીટી (એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે), રેલ કનેક્ટીવીટી (બુલેટ ટ્રેન, DFCC, મેટ્રો), પોર્ટ કનેક્ટીવીટી અને એર કનેક્ટીવીટી;
• સુરતને ભારત દેશમાં લોજીસ્ટીક્સના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવાનું આયોજન
• સુરત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ પ્લાન – ર૦૪૭ થકી સુરતની અર્થવ્યવસ્થાને વધારે વેગવંતુ બનાવવા માટેનું આયોજન
• સુરત કોમ્પ્રીહેન્સીવ મોબિલીટી પ્લાન ર૦૪૭: આગામી ૩૦ વર્ષ માટે શહેરના વાહનોના પરિવહન માટે Comprehensive Mobility Plan બનાવવાનું આયોજન
• સુરતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કનેક્ટીવીટી, ઔદ્યોગિક વિકાસ, નીતિ આયોગનું ગ્રોથ હબ ડેવલપમેન્ટ પ્લાન, ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ પ્લાનના આયોજનોને સંકલિત કરીને સુરત કોમ્પ્રીહેન્સીવ મોબિલીટી પ્લાન ર૦૪૭ બનાવવાનું આયોજન
• તાપી રીવરફ્રન્ટને ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટીગ્રેટ કરવાનું આયોજન
• વોટર મેટ્રો (Water Metro) માટે શક્યતાદર્શી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન
• વોટર મેટ્રો અને વોટર ટ્રાન્સપોર્ટ સંકલિત કરી, લાસ્ટ માઈલ કનેક્ટીવીટી અંતર્ગત નવા સાઈકલ ડોકીંગ સ્ટેશન માટે શક્યતાદર્શી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન
Iconic Projects
• ડુમસ સી ફેસ પ્રોજેકટ
• ડુમસ સી ફેસ પ્રોજેકટ અંતર્ગત ઝોન – ૧ (પેકેજ-૧) ના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ
• ડુમસ સી ફેસ પ્રોજેકટ અંતર્ગત ઝોન – ૧ (પેકેજ-૨) હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૬૭ કરોડના ખર્ચે વિકાસ કરવાનું આયોજન
• ડુમસ સી ફેસ પ્રોજેકટ અંતર્ગત ઝોન – ૨ ફોરેસ્ટ વિભાગ સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં આશરે રૂા. ૭૦ કરોડના પ્રોજેકટનું આયોજન
• તાપી નદી પર બેરેજ પ્રોજેકટ માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧૨૭.૦૦ કરોડનું આયોજન
• તાપી નદીના અંદાજીત ૧૦.૦૦ કિ. મી. વિસ્તારમાં ચાલુ વર્ષે રૂ. ૧૦૦.૦૦ કરોડના ખર્ચે ફલડ કંટ્રોલ સ્ટ્રકચર (પ્રોટેક્શન વર્ક)ની કામગીરીનું આયોજન.
• તાપી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અલાયદા રૂ. ૫૦ કરોડની જોગવાઈ
• હયાત સ્ટ્રોમ લાઇનને ઇન્ટરસેપ્શન અને ડાયવર્ઝન માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨૫ કરોડનું આયોજન
• તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧૬૫ કરોડની જોગવાઈ
• આઇકોનિક નવા મુખ્ય વહીવટી ભવન માટે રૂ. ૨૪૫ કરોડની જોગવાઈ
• આઉટર રીંગ રોડ ફેઝ ૨ અંતર્ગત ૧૦.૫૦ કિમી રોડના રૂ. ૪૩૧ કરોડના કામનું આયોજન; આઉટર રીંગ રોડ ફેઝ ૧ અંતર્ગત ૧૭.૩૨ કિમી રોડ પૈકી ૧૫.૦૦ કિમી રોડનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે
• સુરત મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ EPC મોડલ પર બનાવવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં કરવાની કામગીરીનું સંકલન
• સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં કરવાની કામગીરીનું સંકલન.
• ૮૭ હેકટરમાં બાયોડાયવર્સીટી પાર્ક માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ
Budget Highlights: Green Growth Initiatives
• સૌપ્રથમ વાર સુરત – નેટ ઝીરો એમીશન મિશન અંતર્ગત જરૂરી રોડમેપ તૈયાર કરવાનું આયોજન
• UNEP, GIZ, USA Treasury, EU, ADB, AFD સાથે ગ્રીન ઈનીશીએટીવ અંતર્ગત પાર્ટનરશીપ કરવાનું આયોજન
• ૧૦ મેગાવોટ (AC) ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ તથા ૬.૩ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૧૧૮ કરોડની જોગવાઈ
• વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦% રીન્યુએબલ ઊર્જાથી મેળવવાનો લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં વધુ ૧૦ મેગાવોટ (AC) ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટનું આયોજન
• પ્રાયોગિક ધોરણે ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું આયોજન કરવા ફીઝીબીલીટી સ્ટડી
• કાર્બન ક્રેડીટ મેળવવા સોલાર (૧૯ મેગાવોટ) અને વિંડ (૩૮.૭ મેગાવોટ)ના પાવર પ્લાન્ટ માટે કામગીરી કરવાનું આયોજન
• માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત વર્ષ ૨૦૨૫ સુધીમાં કુલ ૧૧૦૦ જેટલી ઇલેક્ટ્રિક બસ ખરીદવાના આયોજન પૈકી વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૫૦ ઇલેક્ટ્રિક બસ મેળવવામાં આવશે
• સુરત શહેરના અડાજણ-પાલ ખાતે આવેલ હયાત બી.આર.ટી.એસ. બસ ડેપોને રૂ।.૨ કરોડના અંદાજીત ખર્ચે ઇલેક્ટ્રિક બસ ડેપો તરીકે રુપાંતરિત કરવાનુ આયોજન
• ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ના અંત સુધી કુલ ૩૮૦ ઇલેક્ટ્રિક ટેમ્પોના ઉપયોગ થકી પર્યાવરણ સંવર્ધનમાં મદદરૂપ થશે
• તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન ડ્રેનેજ પ્રકલ્પોના સેલ્ફ સસ્ટેનેબલ આયોજન હેઠળ વિવિધ સુએઝ પંપીંગ સ્ટેશન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ”રૂફ ટોપ સોલાર પાવર સીસ્ટમ‘’ પ્રસ્થાપિત કરવાનું આયોજન
• “સોલાર વિલેજ” મોઢેરાની જેમ કતારગામ ઝોન ઓફીસ બિલ્ડીંગને Battery Energy Storage System મુજબ નેટ એનર્જી ઝીરો બિલ્ડીંગ બનાવવાના નવતર પ્રયોગ કરવાનું આયોજન
• ૧૦ લાખ પ્લાન્ટેશનનું તબક્કાવાર આયોજન પૈકી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૩.૫ લાખ પ્લાન્ટેશન કરવામાં આવ્યું તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪.૫ લાખ પ્લાન્ટેશન કરવાનું આયોજન
• Mission Life: જનભાગીદારીથી Mission Lifeનું કેમ્પેઈન મોડમાં અમલીકરણ
• ૦૭(સાત) ગાર્ડન (કુલ વિસ્તાર- પપ,પ૭૬ ચો.મી) અને ૦૪(ચાર) લેક ગાર્ડન (કુલ વિસ્તાર- ૮૦,૪પપ ચો.મી) મળી કુલ ૧૧ ગાર્ડન/લેક ગાર્ડન બનાવવાનું આયોજન; જેમાં ૩ ઓક્સીજન પાર્ક, ૧ દિવ્યાંગ ફ્રેન્ડલી ગાર્ડન, ૪ લેક ગાર્ડન, ૨ જુના ગાર્ડનનું રીડેવલોપમેન્ટ અને એક નવા ગાર્ડનનો સમાવેશ
• “પીંક ઓટો” પ્રોજેક્ટ અંતગર્ત વધુ ૬૦ ઈ-રીક્ષા ઓન-રોડ કરાવવાનું આયોજન
Budget Highlights: Sustainable City of Tomorrow
• બમરોલી ખાતે અંદાજીત રૂ. ૧૨૦ કરોડના ખર્ચે ૩૫ MLD કેપેસીટીના TTP અપગ્રેડેશનની કામગીરી
• ભારતમાં સૌપ્રથમ વાર અંદાજીત રૂ. ૧૨૫૦ કરોડના ખર્ચે ર૦૦ એમ.એલ.ડી. કેપેસીટીના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગુજરાતમાં સૌપ્રથમ વાર PPP ધોરણે હજીરા ઔદ્યોગિક એકમોને ટર્શરી ટ્રીટેડ વેસ્ટ વોટર પુરૂ પાડી વધારાની આવક ઉભી કરવાનું આયોજન માટે વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજીત રૂ. ૫૨૮ કરોડનું આયોજન
• વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ માં શહેરના ઔધોગિક એકમો સાથે એમ.ઓ.યુ. કરી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રીટેડ વેસ્ટ વોટરના પુન:ઉપયોગ હેતુથી અંદાજીત રૂ. ૨૫૦ કરોડના ખર્ચે સરેરાશ ૧૭૫ એમ.એલ.ડી. ટ્રીટેડ વેસ્ટ વોટર પૂરું પાડી અંદાજીત રૂ. ૧૫૦ કરોડની વધારાની આવક ઉભી કરવાનું આયોજન
• સુવરેજ વોટરને 4th level treatment દરમિયાન ઓઝોનાઈઝેશન તથા મિનરલાઈઝેશન કરી પોટેબલ વોટર તૈયાર કરવાનો 1 MLDનો પાઈલોટ પ્રોજેક્ટ
• શ્રેડેડ પ્લાસ્ટીક વેસ્ટથી ૪.પ૦(કિ.મી.) લંબાઈના ૦૩(ત્રણ) રસ્તાઓને પ૦.૦૦ મે.ટન પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરી અંદાજે રૂા.૮.૦૦કરોડનાં ખર્ચે રીસરફેસીંગ કરવાનું આયોજન
Budget Highlights: સ્વચ્છતમ થી સ્વસ્થતમ સુરત
• સ્મીમેર હોસ્પિટલ ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે અદ્યતન કેથ લેબ સુવિધા શરુ કરવાનું આયોજન
• આ સુવિધાથી હદયની વિવિધ બિમારીઓ,હદયનો હુમલો, હદયની અનિયમિત ગતિ, હદયની નસ બ્લોક હોય તેવાં દર્દીઓ, હદયના વાલ્વની બીમારીઓના દર્દીઓ વિગેરેની સારવાર તથા એંજીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટિ જેવી સારવાર શરૂ થશે.
• સ્મીમેર હોસ્પિટલ ખાતે કુલ- ૧૦ સુપર સ્પેશિયાલીટી સારવારનું આયોજન
• મેડીસીન વિભાગમાં ન્યુરોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી,એન્ડોક્રાયનોલોજી, કલીનીકલ હિમેટોલોજી, ઓન્કોલોજી,કાર્ડીયોલોજી (કુલ ૬)
• સર્જરી વિભાગમાં ન્યુરોસર્જરી, ઓન્કોસર્જરી,પીડીયાટ્રિક સર્જરી, યુરોલોજી (કુલ ૪)
• મેડીસીન વિભાગમાં સુપર સ્પેશિયાલીટી કોર્ષ અને સર્વિસીસ પૈકી નેફ્રોલોજી તેમજ સર્જરી વિભાગમાં પ્લાસ્ટીક સર્જરી મળી કુલ -૨ ફૂલ ફલેજ સુપર સ્પેશિયાલીટી કોર્ષ અને સારવાર શરૂ કરવાનું આયોજન
• સ્મીમેર હોસ્પિટલ ખાતે અધ્યતન ટેકનોલોજી વાળા સીટીસ્કેન અને એમ.આર.આઈ. મશીનો સૌપ્રથમ વાર સી.એસ.આર. હેઠળ ૨૦ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવી દર્દીઓને ઓછા દરે સીટીસ્કેન અને એમ.આર.આઈ. ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન
• સ્મીમેર ખાતે બેક્ટેરીયોલોજી અને વાયરોલોજી માટે આધુનિક લેબોરેટરી બનાવવાનું આયોજન
• સ્મીમેર હોસ્પિટલ અને કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ તથા સુપર સ્પેશીયાલીટી અભ્યાસક્રમોના અનુસંધાને રૂ. ૩૦૯ કરોડના ખર્ચે
• ED-1 Block (અંદાજે ૬૦૦ બેડની હોસ્પીટલ, ઓપરેશન થીયેટર્સ, ઈમરજન્સી તથા કેઝયુઆલીટી, આઈ.સી.યુ વિગેરે)
• ED-2 Block (સાઈકાઈટ્રી, જનરલ મેડીસીન, RNTCP,ન્યુરોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ઈન્ટરવેશનલ રેડીયોલોજી ઓ.પી.ડી, ART સેન્ટર, ડિપાર્ટમેન્ટ ઓફીસીસ – ટીચીંગ રૂમ્સ, લેકચર થીયેટર્સ, ગૃપ ટીચીંગ રૂમ્સ, જીનોમ સીકવન્સીંગ લેબ, કાઉન્સીલ હોલ વિગેરે) બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી.
• સ્મીમેર દ્વારા સૌપ્રથમ વાર ગુજરાત નોલેજ અક્રેડિયેશન કોલેજ રેટિંગ મેળવવાનું આયોજન
• જે હેઠળ કોલેજો દ્વારા કરવામાં આવતા રીસર્ચ અને સંશોધનની ગુણવત્તા, રીસર્ચ અને સંશોધનની માટે ફાળવવામાં આવેલા ભંડોળ, રીસર્ચના પ્રકારો, વિવિધ સંશોધન અભ્યાસોના પ્રાપ્ત અનુદાન, ઉપયોગ અને રિઝલ્ટ્સ, વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ, પબ્લીકેશન, સંસ્થાઓ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પાર્ટીસીપેશન અને તેમાં મળેલ એવોર્ડ અને રેન્ક વગેરે જેવા પેરામીટર્સ ધ્યાને રાખી કોલેજોને એક્રીડીએશન આપવામાં આવે છે.
• ગુજરાતમાં સૌપ્રથમ વાર તમામ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ૫૦ બેડની હોસ્પિટલ ખાતે મોડેલ ઈમ્યુનાઈઝેશન સેન્ટર સવારે ૮ થી સાંજે ૮ વાગ્યા સુધી દરરોજ (જાહેર રાજાના દિવસો સિવાય) ૦ થી ૫ વર્ષના બાળકો તેમજ સગર્ભા માતાઓના રસીકરણ માટે કાર્યવિન્ત કરવાનું આયોજન
• આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધે તે હેતુસર નવા ૧૮ શહેરી આરોગ્ય કેન્દ્રોને કાર્યાન્વિત કરવાનું આયોજન તથા નવા ૧૦ શહેરી આરોગ્ય કેન્દ્રો બનાવવાનું આયોજન
• સુરત શહેર વિસ્તારમાં નોન કોમ્યુનીકેબલ ડીસીઝ અન્વયે ભવિષ્યના આયોજન અન્વયે આરોગ્યલક્ષી સેવા અને NCD વેલનેશ એકટીવિટીનો વ્યાપ વધે તે અન્વયે આગામી વર્ષમાં વધુ ૬૪ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવાનું આયોજન
• ૫૦ બેડ હોસ્પિટલ ખાતે ફીઝીઓથેરાપી અને ડેન્ટલ સેવાઓને ફૂલ ટાઈમ ઉપલબ્ધ કરાવવાનું આયોજન
• TB વિભાગ દ્વારા ૨૪ લાખના CSR ફંડ હેઠળ આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્ટસ સાથે X-Ray પોર્ટેબલ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન
• આયુષ્માન ભારત ડીજીટલ મિશન અંતર્ગત વધુ ૨૦ લાખથી વધુ શહેરીજનોના હેલ્થ આઈડી (ABHA ID) જનરેટ કરી આયુષ્માન ભારત ડીજીટલ મિશનને સેચ્યુરેશન (૧૦૦%) પર પહોચાડવાનું આયોજન
• ૧૦ લાખ શહેરીજનોના હાયપર ટેન્શન, ડાયાબીટીસ અને અન્ય નોન કોમ્યુનીકેબલ ડીસીઝનું સ્ક્રીનીંગ કરવાનું આયોજન; ૫ લાખ જેટલા શહેરીજનોના સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી
• વડીલ વંદના યોજના હેઠળ ૬૦ વર્ષ થી વધુ ઉંમરના ૨ લાખ વડીલોનું આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ / તપાસનું આયોજન
• દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વાર FSSAI હેઠળ LCMS (Liquid Chromatography Mass Spectrometry), GCMS (Gas Spectrometry Chromatography Mass), ICPMS (Inductive Coupled Plasma Mass Spectrometry) જેવા આધુનિક સાધનોની ખરીદી કરી ફળ તથા શાકભાજીમાં પેસ્ટીસાઇડ રેસીડ્યું ટેસ્ટીંગ, મરી મસાલા તેમજ સુકા મેવામાં માઈક્રોટોકસીનનું ટેસ્ટીંગ, પાણી અને અન્ય ખાદ્ય પદાર્થોમાં હેવી મેટલ જેવી કે લેડ, મરકયુરી વિગેરેનું ટેસ્ટીંગ માટે લેબ સેટઅપ કરવાનું આયોજન
Budget Highlights: Quality Education
• વર્ષ ૨૦૨૪-૨૫ માં શિક્ષણ માટે અંદાજિત રૂ.૩૬૮ કરોડનાં ખર્ચની જોગવાઈ કરેલ છે
• નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તથા સુમન શાળાના નવા ૧૮ અદ્યતન ભવનો, જેમાં કૂલ ૨૮૮ જેટલા વર્ગ ખંડો, ૧૮ કોમ્પ્યુટર લેબ,૧૫ સાયન્સ લેબ તથા મધ્યાહન ભોજન માટે ૫૭ શેડની વ્યવસ્થા આશરે રૂ.૯૩ કરોડના ખર્ચે બનાવવા માટેનું આયોજન તથા નવા વિસ્તારની ૯ શાળાઓમાં રીપેરીંગ માટે રૂ.૧.૪ કરોડની જોગવાઈ
• સુમન શાળાના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ ટ્રેઈનીંગ ઉપર ભાર મુકવામાં આવશે; ખાસ કરી ને Artificial Intelligence, Robotics, Coding, Drone વિગેરેની તાલીમ આપવામાં આવશે.
• નવા વિસ્તારની તમામ ૩૫ શાળાઓમાં સ્માર્ટ બાલવાડી બનાવવાનું આયોજન.
• નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં
• બેંચ, વિદ્યાર્થીઓને સ્કૂલબેગ (૧,૮૫,૨૧૩), સાયન્સ લેબ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધોરણ-૬માં શાળામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓને સાઈકલ વિગેરે માટે કુલ રુ. ૮.૭ કરોડ નું આયોજન
• ઈ-લર્નિંગ માટે ૨૦૦ સ્માર્ટ બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવાનું આયોજન
• આઇકોનિક લાઈબ્રેરી: શહેરના ચાર વિસ્તારોમાં આઇકોનિક લાઈબ્રેરી બનાવવાનું આયોજન
• સુમન હાઈસ્કુલો ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ.૭૦૦૦નો રોકડ પુરસ્કાર આપવાનું આયોજન
• Cycle to School પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામેલ કુલ છ પૈકી પાંચ શાળાની આસપાસના વિસ્તારમાં સાઈકલ ફ્રેન્ડલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી નોન મોટારાઈડ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહિત કરવાનું આયોજન
• નગર પ્રાથમિક તથા સુમન શાળાના કુલ ૩૭૬ વિદ્યાર્થીઓને સુરત સ્માર્ટ સીટીનાં CSR ફંડમાથી સાયકલ આપવામાં આવેલ છે. જેથી નવી પેઢીને Non Motorised Transport તરફ પ્રોત્સાહિત કરી શકાય.
• Budget Highlights: Adequate & Clean Potable Water to All
• બેરેજ આધારિત પાણી પુરવઠા યોજના
• તાપી નદી પર નિર્માણ થનાર બેરેજ આધારિત ઉમરા વોટર સપ્લાય અંતર્ગત રો વોટર ઈનટેક વેલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટ્રાન્સમીશન નેટવર્ક સહીતના કામો માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું આયોજન
• નદીમાં પૂર જેવી આકસ્મિક પરિસ્થિતિમાં પણ શહેરીજનોને પીવા માટે આવશ્યક પાણી પુરવઠો મળી રહે તે હેતુસર કુલ રૂા.૨૩૫.૦૮ કરોડના ખર્ચે ૫૦ MLD ક્ષમતાના નવા કુલ ૦૩(ત્રણ) ફ્રેંચવેલથી કુલ ક્ષમતામાં ૧૫૦ MLD નો વધારો કરી કુલ ૩૬૦ MLD પાણી પુરવઠો ફ્રેંચવેલથી પૂરો પાડવા
• વરાછા ઝોન-બી (તાપી નદીના જમણા કાંઠાના વિસ્તારો) તથા વરાછા – બી ઝોન (તાપી નદીના ડાંબા કાંઠાના વિસ્તારો)ના નવા સમાવિષ્ટ વિસ્તારો માટે ૦૨(બે) WTP ને Zero Liquid Discharge(ZLD) સીસ્ટમયુક્ત અંદાજીત કુલ રૂા.૧૨૯.૩૭ કરોડના ખર્ચે આયોજન કરી Zero Liquid Discharge (ZLD) સીસ્ટમ આધારિત WTP ની ક્ષમતામાં ૮.૬૪ MLD વધારો થતા કુલ ૬૪.૬૪ MLD Zero Liquid Discharge થશે.
• સેન્ટ્રલ ઝોનમાં વોટર સપ્લાય સીસ્ટમ અને નેટવર્કનું સુદૃઢીકરણ: વોટર સપ્લાય સીસ્ટમનું સુદૃઢીકરણ કરવા ભૂર્ગભ ટાંકી, ઓવરહેડ ટાંકી, રાઈઝીંગ મેઈન લાઈન, નવા વોટર સપ્લાય નેટવર્કની કામગીરી માટે અંદાજીત રૂા.૧૨૦.૦૦ કરોડનું આયોજન.
• શહેરના બાકી રહેલા વિસ્તારોને પણ સતત પાણી પુરવઠો પૂરો પાડવા માટે હયાત જળવિતરણ મથકોના Capacity Augmentationના ભાગરૂપે અંદાજીત રૂા.૬૩.૯૭ કરોડના ખર્ચે આયોજન
• સેન્ટ્રલ વોટર મીટર સેલની સ્થાપના
• વોટર મીટર ઈંસ્ટોલેશન, રીડીંગ, બિલીંગ, રીકવરી, પબ્લિક ગ્રીવન્સીસ માટે સેન્ટ્રલ વોટર મીટર સેલની સ્થાપના
• ઓનલાઈન રીયલ ટાઈમ સ્માર્ટ વોટર મીટર રીડીંગ – બિલીંગ સીસ્ટમ પ્રાયોગિક ધોરણે પાંડેસરા GIDC વિસ્તારમાં પ્રથાપિત કરવાનું આયોજન
• ગ્રાઉન્ડ વોટર ટેબલમાં વધારો કરવાના હેતુથી વધારાના ૫૦ રિચાર્જ બોરવેલ નું આયોજન
Budget Highlights:
Effective Sewage Management & Creek Development
• જુના શહેર વિસ્તાર માટે ડ્રેનેજ કેપેસીટી ઓગ્મેટેશન સહીત ડ્રેનેજ સીસ્ટમને સુદૃઢ કરવાની કામગીરી અંતર્ગત ચાર સુવરેજ પમ્પીંગ સ્ટેશન તથા રાઈઝીંગ ગ્રેવિટી નેટવર્ક માટે રૂ. ૧૦૨ કરોડની જોગવાઇ
• ભટાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે હયાત ૯૦ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે બી.એન.આર. (બાયોલોજીકલ ન્યુટ્રીઅન્ટ રીમુવલ) ગુણવત્તા સુધી પેરામીટર્સ મેળવવા હયાત પ્લાન્ટના અપગે્ડેશનની કામગીરી: પ્રોજેક્ટ કોસ્ટ રૂ. ૬૭ કરોડ
• સુએઝ પંપીંગ સ્ટેશનો ખાતે ગંધ રહિત વાતાવરણ બની રહે જે હેતુથી ઉમરા, ખટોદરા અને વેસુ-ભરથાણા ખાતે રૂ. ૧૩.૫૦ કરોડના ખર્ચે “ડીઓડોરાઈઝેશન સીસ્ટમ” પ્રસ્થાપિત કરવાનું આયોજન
• IoT બેઇઝ્ડ સ્માર્ટ મોનીટરીંગ સીસ્ટમ થકી સુએઝ પમ્પીંગ સ્ટેશન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ડેટાનું મોબાઈલ એપ તથા વેબ સ્કાડા સીસ્ટમથી મોનીટરીંગ માટે ભેસાણ ડ્રેનેજ ઝોનમાં પ્રાયોગિક ધોરણે પ્રસ્થાપિત કરવાનું આયોજન
• GSM બેઇઝ્ડ IoT સેન્સરની મદદથી મશીન હોલ લેવેલ ટ્રેકિંગ સીસ્ટમનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવાનું આયોજન
• શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓનાં અનિયંત્રિત અને અવ્યવસ્થિત કાંઠાઓને રી-એલાઈન કરી બેંક પ્રોટેક્શનની કામગીરી તબક્કાવાર હાથ ધરવાનું આયોજન (પ્રગતિ હેઠળના અને નવા કામો માટે રૂ. ૮૦.૯૦ કરોડ ની જોગવાઈ)
• ખાડી કાંઠે ઉપલબ્ધ થતી ખુલ્લી જગ્યામાં બાયોડાયર્વસીટી પાર્ક, સીનીયર સીટીઝન પાર્ક, ચીલ્ડ્રનપાર્ક જેવા પર્યાવરણલક્ષી આયોજન હાથ ધરી તેમાં પર્યાવરણ સંરક્ષણ અને ડેવલપમેન્ટનુ આયોજન. જે થકી સદર વિસ્તારમાં માસ પ્લાન્ટેશન કરી વાતાવરણની પ્રદુષણમાં ઘટાડો કરી શુધ્ધ વાતાવરણ બનાવવાનું આયોજન
Budget Highlights:
Enhanced Connectivity: Roads, Bridges & Traffic Management
• બેરેજ હેઠળ બનનાર બ્રીજને આઇકોનિક બ્રીજ તરીકે ડેવલોપ કરવાનું આયોજન
• Bridge Rehabilitation Scheme:
• હયાત બ્રીજના હેલ્થ કાર્ડ પ્રમાણે ૧૩ બ્રીજ માટે રૂ. ૨૩ કરોડના ખર્ચે રીહેબીલીટેશન ની કામગીરી માટેની જોગવાઈ
• દર વર્ષે તમામ હયાત બ્રીજનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ વર્ષમાં બે વાર સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સંદર્ભે ઇન્સ્પેકશન કરાવવાના આયોજન માટેની જોગવાઈ
• નિલગીરી સર્કલ પર રૂ. ૫૦ કરોડ ના ખર્ચે ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન
• ડીંડોલી ખરવાસા રોડના મધુરમ સર્કલ (કેનાલ જંકશન) પર અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન
• વલ્લભાચાર્ય રોડ પર આવેલ શ્રી વલ્લભાચાર્ય વિધાધામથી શરૂ થઈ હીરાબાગ સર્કલ પરથી કપોદ્રા જંકશનની પહેલા હયાત શ્રીનાથજી ફલાય ઓવર બ્રીજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ માટે રૂ. ૧૦.૯૦ કરોડની જોગવાઇ.
• ટી.પી. સ્કીમના અમલીકરણના ભાગરૂપે વિવિધ ઝોનમાં કુલ ૮,૬૪,૦૩૩.૦૦ ચો.મી. નાં કબ્જા મેળવી કુલ ૧૦૮ ટી.પી. રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા.
• ૧પ૦ થી વધુ ટી.પી. રસ્તાઓને અંદાજીત રૂા.રપ૦ કરોડનાં ખર્ચે ડેવલપ કરવાનું આયોજન
• શહેરના વધુ ૦૪ રસ્તાઓને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન
• કાકરાપાર જમણાં કાંઠા હજીરા બ્રાન્ચ કેનાલ પૈકી ગૌરવ પથના સિમેન્ટ કોંકિ્રટ રોડને આગળ વધારી હજીરા- ઈચ્છાપોર સુધી કનેકટીવીટી ડેવલપ કરવાના ભાગરૂપે ૬૦.૦૦ મી. પહોળાઈના અને ૩.૦૦ કિ.મી. લંબાઈના કેનાલ રોડ ડેવલોપ કરવાનું આયોજન
• સુરત શહેરનાં તમામ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ અગત્યનાં મુખ્ય રસ્તાઓને પોલીમરીક / સી.જી.બી.એમ. માર્ગ પધ્ધતિથી રીસરફેસીંગ કરવાની કામગીરી અંતર્ગત અંદાજે ર.પ૦ લાખ ચો.મી. રસ્તાઓને રીસરફેસીંગ કરવાનું આયોજન
• માઈક્રોસરફેસીંગ ટેકનોલોજીની નવી પધ્ધતિથી અંદાજે ૧,૦૦,૦૦૦.૦૦ ચો.મી. રસ્તાઓને માઈક્રોસરફેસીંગ પધ્ધતિથી રીસરફેસીંગ કરવાનું આયોજન
Budget Highlights:
સ્વચ્છતમ સુરત: Surat – The Cleanest City of India
• દેશમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સુરત મોડલ: “સસ્ટેનેબલ અને મોસ્ટ ઈકોનોમિકલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ મોડેલ”
• ઘન કચરાના વ્યવ્સ્થાપન માટે રૂ, ૪૦૦ કરોડના ખર્ચે ઉંબેર ખાતે અત્યાધુનિક મશીનરીથી સજ્જ ભારતનો સર્વશ્રેષ્ઠ સેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ પ્રોસેસીગ પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનુ આયોજન
• Circular Economy અંતર્ગત વેસ્ટ ટુ સ્ટીમ પ્રોજેક્ટ્ના આયોજન થકી રેવેન્યુ આવક ઉભી કરવાનું આયોજન
• હાલ કાર્યરત ખજોદ ડીસ્પોઝલ સાઈટ્નુ વૈજ્ઞાનીક ઢ્બે કલોઝર કરી ઇકોલોજીકલ પાર્કમાં રૂપાંતરીત કરવાનુ આયોજન
• ગાર્ડન વેસ્ટ પોલીસી: સુરત શહેરની સોસાયટીઓ તથા મુખ્ય રસ્તાઓ પર ઉત્પન થતાં ગાર્ડન વેસ્ટના કલેક્શન, ટ્રાન્સપોર્ટેશ અને પ્રોસેસિંગની ચોક્કસ વ્યવસ્થાનું આયોજન
• ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ પોલીસી: સુરત શહેરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ઉત્પન્ન થતાં સોલીડ વેસ્ટના અલાયદા એકત્રીકરણ અને નિકાલ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી હેઠળ ઈન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી માં અલાયદી વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન
• સ્વચ્છ સર્વેક્ષણની માર્ગદર્શિકા મુજબ ઝોનનું મૂલ્યાંકન કરી “સ્વચ્છ ઝોન” તરીકે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવાનું આયોજન તથા દરેક ઝોન ખાતે સ્વચ્છ વોર્ડ ને પુરસ્કારિત કરવાનું આયોજન
• સ્વચ્છ સુરત જનભાગીદારી યોજના: શાળા તથા કોલેજો અને સોસાયટી, માર્કેટ, કોમર્શિયલ વિસ્તારોમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટેનું આયોજન
• દરેક ઝોન ખાતે ૧૦ (કુલ – ૯૦) એસ્પીરેશનલ પબ્લિક ટોઇલેટ બનાવવાનું આયોજન
• પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ૨૦૦ મે. ટન ભીના કચરા માથી બાયો સીએનજી બનાવવાના પ્લાન્ટનું પ્રસ્થાપન માટે પાઈલોટ પ્રોજેક્ટ
Budget Highlights:
Holistic Development of Urban Poor & Housing for All
• શહેરી ગરીબો માટે ૩ સ્થળો પર અંદાજીત કુલ: ૩૧૩૬ જર્જરીતઆવાસોનું રીડેવલપમેન્ટ કરવાનું આયોજન
• પનાસ ગામ કેનાલ રોડ ખાતે ટી.પી. સ્ક્રીમ નં – ૦૪ (ઉમરા – સાઉથ) ફા. પ્લોટ નં. ૧૩૪ ખાતે સ્થિત હયાત ૭૦૪ જર્જરીત આવાસોને રીડેવલપમેન્ટ કરવાનું કામ
• વિવિધ ઝોન વિસ્તારોમાં ૧૬૬૮ બેડ કેપેસીટી સાથે કુલ ૬ નવા શેલ્ટર હોમ બનાવવાનું આયોજન
• PMSVANIDHI યોજના અંતર્ગત કુલ ૩૦,૦૦૦ લાભાર્થીઓને રૂ. ૬૦.૦૦ કરોડનું બેંક ધિરાણ અપાવવાનું આયોજન.
• સ્વનીધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત ૧,૨૫,૦૦૦ લાભાર્થીઓને લાભ આપવાનું આયોજન
Budget Highlights:
Women & Child Development
• ૩૯ આંગણવાડી તથા ૦૯ ઘટક કચેરીનું અંદાજીત રૂ.૬.૬૬ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન
• ઝોન દીઠ ૧૦ મળી કુલ ૯૦ સ્માર્ટ આંગણવાડીનું અંદાજીત રૂ.૨.૭૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન
• આગામી વર્ષમાં વધુ નવા ૫(પાંચ) ‘She Toilet’ અને ‘Breast Feeding Center’ નું આયોજન.
• સુરત ની પહેલ-‘સ્વસ્થ મહિલા, સ્વસ્થ સમાજ’ અંતર્ગત ૫ લાખ થી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનીંગ કરવામાં આવશે; વર્ષ ૨૦૨૩-૨૪માં ૫ લાખ મહિલાઓના સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
• “સ્વસ્થ તરૂણી, સલામત માતૃત્વ”: વધુ ૨ લાખ તરુણીઓની આરોગ્ય તપાસ અને કાઉન્સેલીંગ કરવાનું આયોજન; વર્ષ ૨૦૨૩-૨૪માં ૧ લાખ તરૂણીઓની આરોગ્ય તપાસ અને કાઉન્સેલીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
• મિલેટ્સ કાફે : સ્વ-સહાય જૂથો (SHG) ના બહેનોને મિલેટ્સ ફૂડના વેચાણ થકી રોજગારી મળી રહે તે સંદર્ભે કામગીરી કરવાનું આયોજન
• સ્વસહાય જૂથની બહેનોને તાલીમ: અવસર, વન સ્ટેશન વન પ્રોડક્ટ, રાખી મેળા, નવરાત્રી મેળા વગેરે રોજગારલક્ષી આયોજનો દરમ્યાન સ્વસહાય જૂથના બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની ગુણવત્તા સુધરે તે માટે વર્ષ દરમ્યાન ૫૦૦ સ્વસહાય જૂથના બહેનોને તાલીમ આપવાનું આયોજન
• સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું બ્રાન્ડીંગ: સુરત મહાનગરપાલિકા દ્વારા રચાયેલા સ્વસહાય જૂથના બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓને યોગ્ય માર્કેટ મળી રહે તે માટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ૫૦ જેટલી વસ્તુઓની ઓળખ કરી તેનું બ્રાન્ડીંગ કરવાનું આયોજન
Budget Highlights:
Promotion of Culture, Heritage, Tourism & Sports
• માન. વડાપ્રધાનશ્રીના “દેખો અપના દેશ” ઈનીશીએટીવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા “દેખો અપના સુરત” ઈનીશીએટીવ સાકારિત કરવાનું આયોજન
• “એક ભારત, શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત પાર્ક બનાવવાનું આયોજન
• સુરત કલ્ચરલ હબ: આર્ટ, હિસ્ટ્રી, હેરીટેજ અને વિવિધ સંસ્કૃતિઓને સાંકળતા કલ્ચરલ હબ બનાવવાનું આયોજન
• સુરત ફૂડ હબનું આયોજન: ભારતના વિવિધ રાજ્યોની વાનગીઓ, સુરતી વાનગીઓ અને મીલેટની વાનગીઓનું ફૂડ હબ
• ઐતિહાસિક કિલ્લાના રીસ્ટોરેશન, રીયુઝ અને ડેવલપમેન્ટના ત્રીજા તબક્કા અંતર્ગત અંદાજીત રૂ. ૧૧ કરોડના ખર્ચે વિવિધ કામગીરી કરવાનું આયોજન
• ઇન્ટીગ્રેટેડ ટુરીઝમ ડેવલોપમેન્ટ પ્લાન માટેનું આયોજન
• સીટી ટુર – હેરીટેજ સર્કીટ ડેવલોપ કરવાનું આયોજન
• શહેરમાં ૪ સ્થળો પર યોગ સ્ટુડિઓ ડેવલપ કરવાનું આયોજન
• ૧૨ રમતગમતના મેદાનો બેઝીક સ્પોર્ટ્સ ફેસીલીટી માટે ડેવલપ કરવાનું આયોજન
• ૪ શાળાઓ સાથે સંલગ્ન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું આયોજન
• ૧ સ્થળે મલ્ટી પર્પઝ પ્લેગ્રાઉન્ડ બનાવવાનું આયોજન
Budget Highlights:
Digital Governance
• ગ્રીન કોરીડોર: ITCS (ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ)ના ઉપયોગથી શહેરમાં એમ્બ્યુલન્સ અને ફાયરની ઈમરજન્સી સેવા માટે ઈમરજન્સી સમયે ગ્રીન કોરીડોર પ્રસ્થાપિત કરી ઈમરજન્સી વાહનોને ઝડપથી નિયત સ્થળે પહોચાડવાનું આયોજન
• Digital Twin: સુરત શહેરના ભવિષ્યના સુચારુ પ્લાનિંગ અને સીટી ઓપરેશન માટે Digital Twin ટેકનોલોજીના ઉપયોગ બાબતે ફીઝીબીલીટી સ્ટડીનું આયોજન
• ICCC ખાતે સીસીટીવી ફીડને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ થકી મોનીટરીંગ સીસ્ટમને સુદ્રડ બનાવવાનું આયોજન
• સુરત મહાનગરપાલિકાના પેન્શનરોની હયાતી માટે ભારત સરકારશ્રીની “જીવન પ્રમાણ” સીસ્ટમનું અમલીકરણ – ૧૦,૦૦૦ થી વધુ પેન્શનરો ઘર બેઠા આધાર ઓથેન્ટીકેશનથી હયાતી કરી શકાશે.
• ડીજીટલ પેમેન્ટના પ્રોત્સાહન માટે તમામ નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે હયાત ડેબીટ-ક્રેડીટ કાર્ડ પેમેન્ટ સુવિધાની સાથે સાથે ડાઇનામીક QR પધ્ધતિથી UPI પેમેન્ટ સુવિધા પૂરી પડવાનું આયોજન
• સીટી પ્લાનિંગ અને સીટી ઓપરેશન્સને અનુરૂપ યુઝ કેસ આઇડેન્ટિફાઈ કરી જી.આઈ.એસ. સીસ્ટમનો બહોળો ઉપયોગ કરવાનું આયોજન
• સ્મીમેર હોસ્પિટલ ખાતે હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સીસ્ટમ (HMIS)ના અમલીકરણ ટુંક સમયમાં પૂર્ણ કરી તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર એન મેટરનિટી હોમ ખાતે સ્માર્ટ ફેરરલ સીસ્ટમનું અમલીકરણ કરી HMIS સીસ્ટમ સાથે ઈન્ટીગ્રેશન કરવાનું આયોજન
• અદ્યતન ટેકનોલોજી જેવી કે ડેટા એનાલીટીક્સ, એ.આઈ. અને રોબોટીક્સનો મહાનગરપાલિકાની સેવાઓ માટે ઉપયોગ કરવા માટે કેપેસીટી બિલ્ડીંગનું આયોજન