ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતને સસ્ટેનેબલ ટેક્ષ્ટાઇલ હબ બનાવવા માટે મિટીંગ યોજાઇ

Spread the love

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૦૧ માર્ચ ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE), સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA), ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP)ની ‘સુરતને સસ્ટેનેબલ ટેક્ષ્ટાઇલ હબ બનાવવા’ના વિષય પર સંયુક્ત મિટીંગ મળી હતી. UNEP દ્વારા સુરત ટેક્ષ્ટાઈલ ક્લસ્ટરના સસ્ટેનેબિલીટી પ્રોજેકટને વધુ ચાર વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે ત્યારે આ પ્રોજેકટ અંતર્ગત કયા – કયા લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય અને એના માટે કઇ કઇ કામગીરી કરવાની રહેશે તે અંગે આ મિટીંગમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘હાલમાં વિશ્વના દરેક ખૂણે પ્રદૂષણ ફેલાયું છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે, પર્યાવરણને બચાવવાની દિશામાં મહત્વના પગલાં લઈએ. નવી પેઢીને પ્રદૂષણ રહિત જીવન આપવાની દિશામાં તમામ ઉદ્યોગકારો અને નાગરિકોએ સાથે મળીને કાર્ય કરવાનું છે’ તેવી તેમણે અપીલ કરી હતી.

તેમણે મિશન ૮૪ અંર્તગત ચેમ્બર અને યુ.એસ. ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલની વચ્ચે ભારતને વર્ષ ર૦૭૦ સુધીમાં નેટ ઝીરો એમિશન બનાવવા માટે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે તેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝીરો એમિશન–ર૦૭૦ અંર્તગત દક્ષિણ ગુજરાતની વિવિધ ઈન્ડસ્ટ્રીમાં પર્યાવરણને વધુ નુકશાન ન થાય તે દિશામાં કાર્યક્રમો કરવામાં આવશે. સાથે જ વિવિધ ટેકનોલોજી વિશે ઉદ્યોગકારોને માહિતગાર કરાશે.

યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP)ના પ્રોગ્રામ ઓફિસર ક્લાઉડીયા જિઆકોવેલીએ જણાવ્યું હતું કે, ‘UNEP દ્વારા સુરત ટેક્ષ્ટાઈલ ક્લસ્ટર સસ્ટેનેબિલીટી પ્રોજેકટને વધુ ચાર વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે, જે ડિસેમ્બર ર૦ર૩થી સપ્ટેમ્બર ર૦ર૭ સુધીનો છે. જેમાં ટેક્ષ્ટાઈલ મંત્રાલય, ભારત સરકાર અને UNEP સાથે મળીને કાર્ય કરે છે અને CEE અમદાવાદને અમલીકરણની જવાબદારી આપવામાં આવી છે. જેમાં SGCCI અને SGTPA સહભાગી થઈ કાર્ય કરી રહ્યા છે.’

સુરતને સસ્ટેનેબલ ટેક્ષ્ટાઇલ હબ બનાવવા માટે તેમણે 8Rનો કોન્સેપ્ટ ઉદ્યોગ સાહસિકોને સમજાવ્યો હતો. 8R એટલે રિફયુઝ, રિડયુસ, રિયુઝ, રિપેર, રિફર્બિશ, રિમેન્યુફેકચર, રિપર્પઝ અને રિસાયકલ. જેનો ઉપયોગ કરી સુરતને સસ્ટેનેબલ ટેક્ષ્ટાઇલ હબ બનાવી શકાશે.

તેમણે ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, યુરોપમાં આગામી દિવસોમાં પ્રોડકટ એન્વાયરમેન્ટ ફૂટપ્રિન્ટના કોમ્પ્લાયન્સ ફરજીયાત થવાના છે, આથી યુરોપમાં કોઈપણ પ્રોડકટ એક્ષ્પોર્ટ કરવામાં આવશે તો તેમાં પ્રોડકટ એન્વાયરમેન્ટ ફૂટપ્રિન્ટની માહિતી ફરજિયાત રહેશે. ભવિષ્યમાં યુરોપમાં એક્ષ્પોર્ટ થતાં પ્રોડકટની સ્પર્ધાત્મકતા તેની એન્વાયરમેન્ટ ફૂટપ્રિન્ટ કેટલી છે? તેના આધારે થશે.

સુરત ટેક્ષ્ટાઈલ ક્લસ્ટર સસ્ટેનેબિલિટી પ્રોજેકટના અંતર્ગત UNEP દ્વારા આના કોમ્પ્લાયન્સ અંગે સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારોને માહિતગાર કરી તેઓના પ્રોડકટ યુરોપના એન્વાયરમેન્ટ ફૂટપ્રિન્ટના માપદંડ અનુસાર બને તે અંગેની જરૂરી સમજણ આપવામાં આવશે. આ સંદર્ભમાં જે કાર્યક્રમો અમલી કરવામાં આવશે તેમાં નાણાંકીય જરૂરિયાત હોય તો ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન પાસેથી પણ ભંડોળ મેળવવામાં આવશે. જેમાં ટેક્ષ્ટાઈલ મંત્રાલય ભારત સરકાર મદદરૂપ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે કાપડ બનાવવામાં સુએજ ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરનાર પ્રથમ શહેર સુરત છે. શહેરના કેટલાક વિસ્તારોમાં જર્મન ટેકનોલોજીથી ટેક્ષ્ટાઈલ ક્ષેત્રના સોલીડ વેસ્ટનું નિરાકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ મિટીંગમાં ચર્ચા–વિચારણાના અંતે શહેરમાં આગામી ચાર વર્ષમાં ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવામાં આવતા કુલ પાણીના પ૦ ટકા પાણી ટ્રીટ કરી રીયુઝડ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. સુરત એમએમએફ સેન્ટર હોવાના કારણે સકર્યુલારિટીને વેગ આપવા માટે કાપડનો પુનઃ વપરાશ વધારવા માટે સુરત ટેક્ષ્ટાઈલ ક્લસ્ટરમાં વિવિધ જગ્યાએ મોટા ક્લોથ્સ કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવશે. જ્યારે ગ્રીન એનર્જી ક્ષેત્રે આગામી ચાર વર્ષ દરમિયાન ટેક્ષ્ટાઈલ ઈન્ડ્‌સ્ટ્રીમાં કુલ વીજળીના ઉપયોગમાંથી પ૦ ટકા વીજળીનો વપરાશ રિન્યુએબલ એનર્જી થકી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સમગ્ર મિટીંગનું સંચાલન સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના સિનિયર પ્રોગ્રામ ડાયરેક્‌ટર તુષાર જાનીએ કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ચેમ્બરની એન્વાયરમેન્ટ કમિટીના એડવાઈઝર વત્સલ નાયક અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા. મિટીંગના અંતે UNEPના પ્રોગ્રામ ઓફિસર ક્લાઉડીયા જિઆકોવેલીએ ઉદ્યોગકારો સાથે વાર્તાલાપ કરી રોડમેપ નક્કી કર્યો, જેનો રિપોર્ટ મંત્રાલયને આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉપસ્થિત સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>