ચેમ્બરના પ્રતિનિધિ મંડળે શાંઘાઈ ખાતે ‘ITMA ASIA + CITME’ એકઝીબીશનની મુલાકાતની સાથે ટેક્ષ્ટાઇલ ફેકટરીઓની વિઝીટ કરી

Spread the love

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા અને ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મરની આગેવાનીમાં ૧૮ જણાના પ્રતિનિધિ મંડળે તા. ૧૪થી ૧૮ ઓકટોબર ર૦ર૪ દરમિયાન ચીનના શાંઘાઈ ખાતે ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીનું એકઝીબીશન ‘ITMA ASIA + CITME’ની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન શાંઘાઇ ખાતે યાર્ન મેન્યુફેકચરીંગ પ્લાન્ટ, વિવિંગ ફેકટરી, સરકયુલર નીટિંગ મશીનનું ઉત્પાદન કરતી ફેકટરી સહિત ટેક્ષ્ટાઇલની વિવિધ ફેકટરીઓની મુલાકાત લીધી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ૧૬૦૦ જેટલા વોટર જેટ લુમવાળી JIAXING CHANGXING TEXTILE Co.Ltd.ની મુલાકાત લીધી હતી, જેમાં એક વર્કર ૩૦ જેટલા મશીનો સંભાળે છે. મોટા ભાગના લેડીઝ વર્કર્સ મશીન સંભાળી રહ્યા હતા. રૂપિયા ૧ કરોડ રપ લાખની કિંમતનું સ્ટોબલી કંપનીનું આ મશીન એક કલાકથી ઓછા સમયમાં બીમ પસારે છે અને દરેક મશીન ૯૦ ટકા એફિશિયન્સી આપે છે. વોટર જેટ મશીન પર જેકાર્ડ ચાલતી હોય એવા યુનિટની પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં એક વર્કર ર૦ જેટલા મશીન સંભાળતા હતા. વળી ત્યાં વિધાઉટ સાફટીન જેકાર્ડ મશીનો પણ ચાલતા હતા.

વિશ્વમાં સૌથી મોટી ટોપ ૧૦ કંપનીમાં જે યાર્ન ફેકટરીની ગણના થાય છે એવી TongKum કંપનીની પણ મુલાકાત લીધી હતી. આ કંપનીમાં ૪૮૦૦ કર્મચારીઓ કામ કરે છે અને આ પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમેટીક હતો, જ્યાં મોટા ભાગના કર્મચારીઓ મહિલાઓ જ હતી. ત્યારબાદ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે રોજના ૩૦ જમ્બો જેકાર્ડ બનાવનારી સુપર એસ સર્વિસ જેકાર્ડ મેન્યુફેકચરીંગ કંપનીની મુલાકાત લીધી હતી. આ કંપનીમાં જેકાર્ડ સંપૂર્ણ ફીટીંગ રોબર્ટ દ્વારા કરવામાં આવતું હતું. આ કંપનીની માલિક ર૪ વર્ષની યુવતિ છે, જેણે પિતાના અવસાન બાદ આખા કંપનીના સંચાલનની જવાબદારી ઉપાડી લીધી છે.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ચાઇનાની સૌથી જૂની ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ કંપની RIFA Textile Machinery ની મુલાકાત લીધી હતી. આ કંપનીમાંથી દર વર્ષે ર૦૦૦ જેટલા ટેક્ષ્ટાઇલ મશીન ભારતમાં આવે છે. વિશ્વના ૩૦ જેટલા દેશોમાં આ કંપની પોતાની મશીનરી એક્ષ્પોર્ટ કરે છે. આ ઉપરાંત આ કંપની વિવિંગ સાથે સરકયુલર નીટિંગ અને યાર્ન તથા ટેકનિકલ ટેક્ષ્ટાઈલની ઈન્ડસ્ટ્રીને લગતા અનેક મશીનોનું મેન્યુફેકચરીંગ કરે છે. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે વિવિધ ટેક્ષ્ટાઇલ માર્કેટોની પણ મુલાકાત લઇ ખજાઉ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>