પેટ્રોલ - ડિઝલ - ગેસ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારી ને લઇ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ભારતમાં ત્રણ તબક્કામાં "મહંગાઈ મુક્ત ભારત અભિયાન" નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગેટ પાસે રિંગરોડ ખાતે "વિરોધ પ્રદર્શન" કાર્યક્રમ યોજાયો હતો જેમાં માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરી, શહેર પ્રમુખ નૈષધભાઈ દેસાઈ, જીલ્લા પ્રમુખ અને ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, શહેર ઉપપ્રમુખ હરીશભાઈ સૂર્યવંશી, જલ્પા ભરૂચી, નિકુંજ પારનેરીયા, જીગ્નેશ મિશ્રા, શશી દુબે, સુનાલ શેખ, રજનીકાંત જાની સહિત આશરે કોંગ્રેસનાં ૧૨૦ જેટલા અગ્રણી આગેવાન, કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરી કરવામા આવ્યા હતા