વરાછા બેંકનાં સલાલ શાખાનાં લોન ડિફોલ્ટરને ૬ માસની કેદ સાથે ચેકની બમણી રકમનાં દંડ સાથે ચૂકવવા અને દંડની રકમ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા નો કોર્ટનો હુકમ
સુરતની ધી વરાછા કો. ઓપરેટીવ બેંકની સલાલ શાખામાંથી લોન લઈ નિયમિત હપ્તા ભરપાઈ ન કરનાર આરોપી વેરાઈ ટ્રેડર્સનાં માલિક શેઠ હેમંતકુમાર જયંતિલાલ વિરૂદ્ધ બેંકે કરેલ કાયદેસર કાર્યવાહી અંતર્ગત આરોપીને ૬ માસની કેદ સાથે ચેકની બમણી રકમનાં દંડ સાથે ચૂકવવા અને દંડની રકમ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
વરાછા બેંકની સલાલ શાખામાંથી ખાતેદાર વેરાઈ ટ્રેડર્સનાં માલિક શેઠ હેમંતકુમાર જયંતિલાલએ હાઇપોથીકેશન લોન ધંધાનાં હેતુ માટે સવલત મેળવેલ હતી. લોન લીધા બાદ યોગ્ય સમય બાદ લોનના હપ્તા અનિયમિત થતા NPA થયેલ. સદર લોન ખાતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નોટીસ પાઠવવામાં આવેલ જે અંતર્ગત આરોપી શેઠ હેમંતકુમાર જયંતિલાલને નોટીસ બજવાથી આરોપીએ ધિરાણ વસુલાત લગત ફરિયાદીનાં કાયદેસરનાં બાકી લેણાંની ચુકવણી પેટે બેંકને ચેક આપેલ. સદર ચેક વસુલાત માટે રજૂ કરતાં ફંડ્સ ઈન સફીશીયન્ટનાં શેરા સાથે પરત આવેલ.
ઉપરોક્ત ચેક પરત કરતા બેંકે એડવોકેટ શ્રી ડી.બી. પટેલ મારફત નોટીસ કરી નામદાર કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબ નામદાર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી, ટ્રાયલ ચાલી જતા આરોપી શેઠ હેમંતકુમાર જયંતિલાલ ને ચેકની બમણી રકમ રૂ|. ૮,૮૦,૨૮૦/- (અંકે રૂપિયા આઠ લાખ એંસી હજાર બસો એંસી પુરા) નો દંડનો હુકમ કરી ૬ માસની જેલ તથા દંડ અને વળતર ૬ માસમાં ન ચૂકવે તો વધુ ૧ માસની જેલની સજા ફટકારવાનો હુકમ કરેલ છે.