ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો કૃષિ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડુતોને સહાય ચૂકવવામાં આવે છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ મુદ્દે એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, ગુજરાતમાં ઠેર ઠેર જે કમોસમી વરસાદ પડ્યો છે એના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જીરાના પાકને, શિયાળુ પાકને, જે મગફળી લણણી ઉપર હતી તેને નુકસાન થયું છે, સાથે સાથે કપાસના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. વિવિધ પાકને નુકસાન થયું છે અને સાથે સાથે એવા પણ સમાચાર મળ્યા છે કે વીજળી પડવાના કારણે છ લોકોના મૃત્યુ થયા છે.
અમે ગુજરાતની રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ કે જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. સાથે સાથે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો કૃષિ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડુતોને સહાય ચૂકવવામાં આવે છે એવી આમ આદમી પાર્ટીની માંગણી છે.