સુરતઃ શ્રમિકોની રક્ષા માટે તેઓની સાયકલો પર તથા પ્રાણીઓ પર રેટ્રો રિફલેટર લગાવવામાં આવશે

Spread the love

સુરતઃ સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો મોટા ભાગે ઘરેથી ફેટકરી અને ફેકટરીથી ઘરે જવા માટે સાયકલનો ઉપયોગ કરતા હોય છે. મોટા ભાગે રાત્રિ દરમ્યાન તેઓ અંધારામાં સાયકલ પરથી પસાર થતા હોય છે ત્યારે કેટલીક વખત તેઓ અકસ્માતનો ભોગ બની જતા હોય છે. આ અકસ્માતમાં કેટલીક વખત તેઓને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે અંધારામાં પણ તેઓની સાયકલને અન્ય વાહનચાલકો જોઇ શકે તે માટે તેઓની સાયકલ પર રેટ્રો રિફલેટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના નેજા હેઠળ આગામી અઠવાડિયા દરમ્યાન સુરત શહેરના જુદા–જુદા વિસ્તારમાં શ્રમિકોની રક્ષા માટે તેઓની સાયકલો પર તથા પ્રાણીઓની રક્ષા માટે પ્રાણીઓ પર રેટ્રો રિફલેટર લગાવવામાં આવશે. તા. ૮ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૭:૦૦ કલાકે ભટાર રોડ પર આવતા–જતા ટ્રેકટરો પર રિફલેકટર લગાવવામાં આવશે. તા. ૯ જાન્યુઆરીએ સાંજે પઃ૩૦ કલાકે ઉધના રોડ નં. ૬ ખાતે શ્રમિકોની સાયકલો તથા રોડ પર ફરતા પ્રાણીઓ પર રેટ્રો રિફલેકટર લગાવવામાં આવશે.

તા. ૧૦ જાન્યુઆરીએ સાંજે પઃ૦૦ કલાકે ગભેણી અને રામજી વાડી પાસે, તા. ૧૧ જાન્યુઆરીએ સાંજે પઃ૦૦ કલાકે અમરોલી તાપી બ્રીજ ઉપર અમરોલી છેડા પર, તા. ૧ર જાન્યુઆરીએ સાંજે પઃ૦૦ કલાકે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, વેલંજા પાસે અને તા. ૧૩ જાન્યુઆરીએ સાંજે પઃ૦૦ કલાકે વરેલી ગામ, સર્વિસ રોડ, કડોદરા ખાતે શ્રમિકોની સાયકલો તથા રોડ પર ફરતા પ્રાણીઓ પર રેટ્રો રિફલેકટર લગાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>