સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે લડત આપી રહેલ સુરત એરપોર્ટ એક્શન કમિટી ના પ્રમુખ સંજય ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે સુરત ને ટુક સમય માં બેંગ્કોક, મલેશિયા અને સિંગાપોર જેવા ઇન્ટરનેશનલ ડેસ્ટીનેશન સાથે જોડવામાં આવશે, જેની તૈયારીઓ ચાલી રહી છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા બેંગ્કોક – સુરત – બેંગ્કોક આંતરાષ્ટ્રીય હવાઈ સેવા ફેબ્રુઆરી ૨૦૨૪ થી શરુ કરવામાં આવશે અને અઠવાડિયા માં ૩ દિવસ ની કનેક્ટિવિટી સુરત અને બેંગ્કોક વચ્ચે આપવા માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા નવા એરક્રાફ્ટ અંગેની કેબીન ક્રુ (Cabin Crew) ટ્રેનીંગ પણ પૂર્ણ કરવામાં આવેલ છે. હાલ નવા એરક્રાફ્ટની રાહ જોવાઈ રહી છે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ની
બેંગકોક – સુરત – બેંગકોક સેક્ટર શરુ થવાની આશા છે. પછી નજીકમાં સુરત –મલેશિયા અને સુરત – સિંગાપોર વાયા મુંબઈ અઠવાડિયા માં ૩ દિવસ શરુ કરવાનું પણ આયોજન છે. સુરત –મલેશિયા અને સુરત – સિંગાપોર માટે એરએશીયા અથવા વિસ્તારાની પણ સર્વિસ શરુ કરવા આયોજનમાં છે.
સુરત એરપોર્ટને વધુમાં વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળે તે હેતુ સુરત એરપોર્ટ એક્શન કમિટી ઘણા વર્ષોથી લડત આપી રહ્યા છે. તાજેતરમાં SAAC દ્વારા સિવિલ એવિએશન મીનીસ્ટ્રી અને ખાનગી એરલાઇન્સ અને ટાટા જૂથને રજુ કરવામાં આવેલ એક રજુઆતમાં શારજાહ – સુરત – શારજાહ ફ્લાઈટ અંગેની ખુબ સરસ આંકડાકીય માહિતી રજુ કરવામાં આવેલ હતી.
• વર્ષ ૨૦૧૯ માં ૩૧૬ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ મુવમેન્ટ સામે ૩૪,૨૩૨ જેટલા યાત્રીઓ સાથે ૫૯% લોડ રહ્યું હતું.
• વર્ષ ૨૦૨૦ માં ૮૮ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ મુવમેન્ટ સામે ૯૯૧૯ જેટલા યાત્રીઓ સાથે ૬૧% લોડ રહ્યું હતું. (કોવિડ-૧૯ સમય)
• વર્ષ ૨૦૨૧ માં ૬૩ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ મુવમેન્ટ સામે ૬૭૪૬ જેટલા યાત્રીઓ સાથે ૫૯% લોડ રહ્યું હતું. (કોવિડ-૧૯ સમય)
• વર્ષ ૨૦૨૨ માં ૨૩૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ મુવમેન્ટ સામે ૨૯૪૨૫ જેટલા યાત્રીઓ સાથે ૬૮% લોડ રહ્યું હતું.
• વર્ષ ૨૦૨૩ માં જુન સુધી ૧૬૪ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ મુવમેન્ટ સામે ૨૫૨૯૧ જેટલા યાત્રીઓ સાથે ૮૪% લોડ રહ્યું હતું.