સુરતવાસીઓ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી આતુરતાનો અંત આવ્યો છે. આગામી દિવસોમાં સુરતથી દુબઈ માટેની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છેસુત્રો પાસેથી જાણમાં મળેલી માહિતી મુજબ અત્યાર સુધી દુબઈ થી સ્લોટ નહિ મળવાના કારણે દુબઈની ફ્લાઇટ મળી નહતી. પરંતુ આ વખતે સફળતા મળી છે.
એર લાઇન્સ ના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત દરમ્યાન મળતી વિગત મુજબ સુરત દુબઈ ફ્લાઇટની સાથે અમને વહેલી સવારે દિલ્હી સુરતની ફ્લાઇટ મળશે. દિલ્હીથી સુરતની આ ફ્લાઈટ ડોમેસ્ટિકલી ઓપરેટ થશે. સુરત પહોંચ્યા બાદ તેને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પરિવર્તિત કરવામાં આવશે.
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ ઉડ્ડયન મંત્રાલય, સેક્રેટરી તેમજ એર લાઇન્સ કંપની ને વારંવાર રજૂઆત નો દોર ચાલુ રાખ્યો હતો કે સુરત ને દુબઈ ની ફલાઇટ મળે જેથી કરી ને સુરત ના આંતરાષ્ટ્રીય પેસેન્જર ને જે હાલાકી ભોગવવી પડતી હતી તે નહિ પડે , તેમને અન્ય એરપોર્ટ પર થી યુએસ યુકે જવા માટે અન્ય એરપોર્ટ જઈ કનેક્ટીવીટી લેવી પડતી હતી સમય નો બગાડ , લગેજ નો પ્રોબ્લેમ, ઊંચા ફેર આ બધા થી મુક્તિ મળશે , હવે દુબઈ ફલાઇટ મળતા જ હવે તેઓ સીધા દુબઈ થી કનેક્ટીવીટી મેળવી શકશે..સુરત થી શારજાહ ફલાઇટ નો પેસેન્જર ગ્રોથ પણ સુરત ને દુબઈ ફલાઇટ મેળવવા સહાયરૂપ બની છે શારજાહ ફલાઇટ કોઈ પણ સંજોગ માં ૮૫% લોડ સાથે સફળતા પૂર્વક ઉડાન ભરી છે .