સુરત શહેરના તથા દેશવિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિઘ્ય અનુભવી શકાય તેવુ અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ ઇકો ટુરીઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઇ શકે તે હેતુસર ડુમસ દરિયા પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કના જુદા જુદા ઝોન માટેના આશરે ૧૦ર હેકટર વિસ્તાર અને અંદાજિત રૂ. ૬૦૦ કરોડના ખર્ચે સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલ તુરંત રૂ.૧૭૪.રર કરોડના ખર્ચે પેકેજ-૧, ઝોન-૧ અર્બન ઝોન ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપમેન્ટ કરવાના કામનું ખાતમૂહૂર્તવિધિ આજરોજ માન. સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલના વરદહસ્તે તથા માન. મંત્રી નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ,ગુજરાત સરકાર શ્રી કનુભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવેલ.
આધુનિક એમ્યુઝમેન્ટ અને ઇકો ટુરીઝમ પાર્કના આ પ્રોજેકટને ૪ (ચાર) ઝોનમાં વહેચવામાં આવ્યા છે. (૧) ઝોન-૧ અર્બન ઝોન, (ર) ઝોન-ર પબ્લીક સ્પેસ – ઇકો ઝોન, (૩) ઝોન-૩ ફોરેસ્ટ- ઇકો ટુરીઝમ અને વેલનેસ ફેસેલીટી અને (૪) ઝોન-૪ ડુમસ પોર્ટ અને જેટીસનો પુર્નવિકાસ તથા યાચ ઝોન. ઉપરોકત અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ ઇકો ટુરીઝમ પાર્ક ચારથી પાંચ વર્ષની તબકકાવાર પ્રકિયામાં બનાવવાનું આયોજન છે. સદર પ્રોજેકટના અલગ અલગ ઝોન પૈકી હાલ ઝોન-૧ને કુલ ૦ર(બે) પેકેજમાં ડેવલપ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન કરતા માન. ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇએ જણાવ્યુ કે સુરત શહેરની લગભગ ૭પ લાખ વસ્તી વચ્ચે ડુમસ એવું સ્થળ છે કે તમારે વીકેન્ડમા આવવું હોય એવી જગ્યા છે અને આપણા લોક લાડીલા માન.સંસદસભ્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ આપણી રજુઆત ઘ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા ઘ્વારા લગભગ ૬૦૦ કરોડનો આખો પ્રોજેકટ છે એ પૈકી પહેલા તબ્બકાનું ખાતમુહૂર્ત આજે થઇ રહયું છે. ત્યારે ખૂબ મને આનંદ અને ગેોરવ છે. મહાનગરપાલિકા ઘ્વારા આ વિસ્તારની અંદર આ સિવાય ઘણા કામો થઇ રહયા છે. સુરત મહાનગરપાલિકા સમ્રગ દેશની અંદર ખુબ જ સારી કામગીરી કરે છે. આખા દેશમાં સેોથી વિકસિત સીટીમાં સુરત ગણાય છે. ડુમસ સી ફેસ, રેલ્વે સ્ટેશન, તાપી રિવર ફ્રન્ટ, તાપી બેરેજ સુરત મહાનગરપાલિકાનું આઇકોનીક બિલ્ડીંગ વગેરે જેવા ૮ થી ૧૦ પ્રોજેકટો ચાલે છે. બનવાનું છે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન જેવા પ્રોજેકટો સુરતમાં ચાલી રહયા છે. આગામી પ વર્ષની અંદર આપણા લોક લાડીલા માન.સંસદસભ્ય શ્રી સી.આર. પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં સુરત આખા દેશમાં સેોથી મોટું વિકસિત શહેર બનશે.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન માન.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલએ જણાવ્યું કે, સુરત શહેરમાં ડુમસ સી ફ્રેસ ડેવલપમેન્ટ થકી સમ્રગ ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર ભારત દેશમાં સી ફ્રેસ ડેવલપમેન્ટમાં એક નવું આયામ પ્રસ્થાપિત થશે અને આવનાર વર્ષોમાં સુરત શહેરના અને આજુબાજુ ના વિસ્તારના લોકોને તો એક રમણીય સ્થળ મળશે જ પણ સાથે સાથે આખા ગુજરાતના લોકો અને આજુબાજુના રાજ્યના લોકોને પણ એક રમણીય નજરાણુ બનશે.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન માન.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, ડુમસ સી ફ્રેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં આ રમણીય સ્થળ વિશ્વનું અનોખું પર્યટન બની જશે.પ્રકૃતિના ખોળે અતિ મનોરંજન સ્થળ ડુમસના દરિયા કિનારે ટુરિઝમ પાર્ક બનવવાની કાર્યવાહી ૨૦૧૯માં માન.સંસદસભ્ય શ્રી સી.આર પાટીલ. સાહેબના માર્ગદર્શનમાં અને તેમની આગેવાની થઇ હતી. આ પ્રોજેક્ટમાં પાટીલ સાહેબે અંગત રસ દાખવ્યો જેના કારણે આપણે આ ખાતમુહૂર્ત કરી શકીએ છીએ જેમનો હું આભારી છું. કુલ ૧૭૫ કરોડ ના ખર્ચે આ ડુમસ સી ફ્રેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થઇ રહ્યું છે.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન માન.મંત્રી, નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલસ, ગુજરાત રાજ્ય શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમગ્ર ભારતનો જે વિકાસ થઇ રહ્યો છે જેમાં આપણે વિશ્વની ૫મી ઈકોનોમી બન્યા છે અને ૨૦૨૭ સુધીમાં માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબ ભારતને ૩જી ઈકોનોમી બનાવવા જઈ રહ્યા છે. ભારતમાં થઇ રહેલા વિકાસ સાથે સાથે આપના સુરતનો વિકાસ પણ નિશ્ચિત છે આ વિકાસમાં આપને આવતા ૫ વર્ષમાં સામેલ થઇએ અને ખાસ કરીને જે તાપી રીવર ફ્રન્ટ અને મોટી મોટી આઈકોનિક જે બિલ્ડીંગો બની રહી છે તેમાં બધી સેવાઓ એક સાથે મળવાની છે. સુરત વિશ્વનું સૌથી વિકસતું શહેર નહી પરંતુ સૌથી મોટું શહેર ચોક્કસ બની જશે એવી મને ખાતરી છે અને આપણે સૌ સાથે મળીને સુરત શહેરના વિકાસમાં જોડાઈએ એવો અનુરોધ કર્યો હતો
આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન કરતા સંસદ સભ્ય શ્રી સી. આર. પાટીલએ જણાવ્યું કે, સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન મળી રહે તેવું નયનરમય ઇકો -ટુરિજમ પાર્ક બનાવવાના પ્રયાસો આજે સફળ થયા છે. આ પ્રોજેકટના અન્ય ફ્રેજની કામગીરી ઝડપથી શરૂ કરવા સુચવ્યુ હતુ. તેમજ તેમણે સુરત શહેરમાં ચાલી રહેલ વિકાસના કામોની માહિતી આપી હતી. સુરત આખા વિશ્વના દસ વિકસતા શહેરમાં આપણું નામ છે. આ દસમાં પણ સેોથી પહેલું નામ કદાચ સુરતનું છે.
આ કાર્યક્રમ પ્રસંગે માન.મંત્રી (રા.ક.), વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઇ પટેલ, માન.મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રેોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન.ધારાસભ્ય શ્રી વિનોદભાઇ મોરડિયા, માન.ધારાસભ્ય શ્રી કાંતિભાઇ બલર, માન.અઘ્યક્ષ,સ્થાયી સમિતિ શ્રી રાજન પટેલ, માન.નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રીપાઠી, માન.દંડક શ્રી ધર્મેશ વાણીયાવાલા, માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રીઓ, માન.મ્યુ.સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો તથા જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.