શહેરમાં મીઠાઇ વિક્રેતાઓને ત્યાં દીવાળી પહેલા અનેક સ્થળો પર તપાસ કરવામાં આવી હતી અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે શહેરના રાંદેર ઝોનમાં આવેલા પાલનપુર વિસ્તારમાં વિજય ડેરીમાં મીઠાઈમાં વંદો ફરતો જોવા મળતા એક નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડીયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થતા જ મનપાનો ફુડ વિભાગ સ્થળ પર પહોંચ્યો હતો. અને મીઠાઈના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેમજ વિજય ડેરીને નોટિસ પણ બજવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુર વિસ્તારમાં રૂપાલી સિનેમાની બાજુમાં આવેલા વિજય ડેરીમાં મીઠાઈઓમાં જ વંદો ફરતો જોવા મળ્યો હતો. જેમાં એક ગ્રાહક દ્વારા મીઠાઈમાં વંદો ફરતો હતો તેનો વિડિયો લેવામાં આવ્યો હતો અને આ વિડીયો સોશીયલ મીડીયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો.
સોશીયલ મીડીયામાં વાયરલ થયેલા આ વિડીયોને લઈ મનપાના ફુડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વિજય ડેરીમાંથી કાજુ ખીર કદમ તેમજ અંજીર રોલના નમુના લેવામાં આવ્યા હતા. સાથે જ વિજય ડેરીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સાથે સાથે અહી થોડાક દિવસોમાં ફુડ વિભાગની ટીમ દ્વારા ફરીવાર તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે. જોકે આ વીડીયોને લીધે શહેરીજનોમાં ચર્ચા શરૂ થઇ હતી