યાર્નનું કિ રોમટીરીયલ્સ એમઈજી અને પીટીએમાં આંતરાષ્ટ્રીય લેવલ પર ભાવ વધારો થયો નથી છતાં બીઆઈએસના અમલ બાદ સ્પિનર્સ દ્વારા ભાવ વધારો કરવામાં આવતા વિવરોમાં આક્રોષ ફાટી નિકળ્યો છે. ઓક્ટોબર 2023થી જાન્યુઆરી 2022 સુધીમાં એફડીવાયમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. જે યાર્ન 115 રૂપિયામાં મળતું હતું તે યાર્ન 121.50 રૂપિયે કિલો મળી રહ્યું છે. એવરેજ 8થી 15 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ બીજી તરફ ચાઈનાના નિટર્સ અને વિવર્સ કરતાં ભારતના વિવર્સોએ યાર્ન ખરીદવા માટે 27 ટકા રૂપિયા વધારે ચૂકવવા પડી રહ્યાં છે.
ચાઈનામાં યાર્નનો ભાવ 96 રૂપિયા કિલો છે જ્યારે ભારતમાં 122 રૂપિયા કિલો છે. ચાઈનાથી યાર્ન ઈમ્પોર્ટ કરવામાં આવે તેમાં ટ્રાન્સપોર્ટેશન, ડ્યુટી સહિતના તમામ ખર્ચા સાથે યાર્ન માત્ર 109 રૂપિયામાં પડે છે. જ્યારે ભારતના લોકલ સ્પિનર્સ 122 રૂપિયામાં યાર્ન વેચી રહ્યા છે. જેને લઈને સુરતના વિવર્સોએ મજબૂરીમાં વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે, ચાઈનાના વિવર્સોની સરખામણીમાં ભારતના વિવરોએ યાર્નના ભાવ 27 ટકા વધારે ભાવ ચૂકવવા પડે છે. જેના કારણે સુરતના લોકોને ચાઈનાથી રેડી ગાર્મેન્ટ મંગાવે તો પણ સસ્તુ પડી રહ્યું છે. બીઆઈએસના અમલ બાદ ચાઈનાથી રેડી ગાર્મેન્ટ ડમ્પિંગ થઈ રહ્યાં છે. જાણકારોના મતે ભારતનું એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે. બીજી તરફ મધર યાર્નના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક્ટોબર મહિનામાં મધર યાર્નનો કિલોનો ભાવ 117 રૂપિયા હતો જે હાલ 132 રૂપિયા થઈ ગયો છે. ચાઈનામાં નિટર્સ અને વિવર્સને 88 રૂપિયા કિલોએ મધર યાર્ન મળે છે જ્યારે ભારતમાં 132 રૂપિયા કિલો મળે છે. ચાઈના કરતાં ભારતમાં મધર યાર્નના ભાવ ડબલ થઈ ગયા છે.
પિયુષ ગોયલેન કરવામાં આવી છે ફરિયાદ
પાંડેસરા વિવિંગ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું હતું કે, ભારતના સ્પિનરો વિવરોને બાનમાં લઈ રહ્યાં છે. મધર યાર્નના ઉત્પાદકો વિવર અને નિટર્સ પાસે લેખિતમાં લેટર પેડ પર માંગે છે કે, અમે જે માલ આપી રહ્યાં છીએ તેની ક્વોલિટી સારી છે. આ ખોટી વસ્તુ છે. આ બાબતને લઈને કોમર્સ મંત્રી પિયુષ ગોયલને પણ ફરિયાદ કરવામાં આવી છે.
ફિઆસ્વીના પ્રમુખ ભરત ગાંધીએ કહ્યું હતું કે, વિવિંગ અને નિટિંગ ઈન્ડસ્ટ્રીએ છેલ્લાં 10 વર્ષમાં ખુબ જ મોટા પ્રમાણમાં રોકાણ થયું છે જ્યારે સ્પિનિંગે ઈન્ડસ્ટ્રીમાં કહેવા પુરતું જ રોકાણ થયું છે. આંતરાષ્ટ્રીય લેવલ જે ભાવમાં ફરક પડે છે તેનો સર્વે કરવામાં આવે. સ્પિનર અને વિવિંગ નિટિંગ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટનો સર્વે કરવામાં આવે છે. જેથી ટેક્નોલોજીનો ગેપ ક્યાં છે તે જાણ થાય અને વાસ્તવિકતા સુધી પહોંચી શકાય.