એક્ષ્પોર્ટ કરવા માટે સૌપ્રથમ પ્રોડકટ અંગે એનાલિસિસ કરવું જ પડશે

Spread the love

SGCCI દ્વારા યાર્ન એક્ષ્પો દરમ્યાન ‘Unlock Global Markets for Textile Materials’ વિષય પર સેમિનાર યોજાયો

વકતા શ્રી અમિત મુલાણીએ ઉદ્યોગ સાહસિકો અને યુવાઓને પ્રોડકટ અંગેનું નોલેજ મેળવી તેના વિષે એનાલાઇઝ કર્યા બાદ પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવાની સલાહ આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા રવિવાર, તા. ૧૧ ઓગષ્ટ ર૦ર૪ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, સેમિનાર હોલ–એ, સરસાણા, સુરત ખાતે ‘Unlock Global Markets for Textile Materials’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં નિષ્ણાંત વકતા તરીકે શ્રી અમિત મુલાણીએ ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક બજારમાં ટેક્ષ્ટાઇલ પ્રોડકટની એક્ષ્પોર્ટ માટે રહેલી તકો વિષે માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુએસએ, યુરોપ અને આફ્રિકા સહિતના ઘણા દેશોમાં, સુરતનું કાપડ એક્ષ્પોર્ટ થાય છે. સુરતમાંથી કાપડનું એક્ષ્પોર્ટ વાર્ષિક ધોરણે આશરે પ બિલિયન યુએસ ડોલર છે, જે ભારતના કુલ કાપડના એક્ષ્પોર્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. સુરતનું ટેક્ષ્ટાઇલ સેકટર વાર્ષિક ૧રથી ૧પ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે, જે સિન્થેટિક કાપડની વૈશ્વિક માંગમાં વધારો થવાને કારણે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી માંગ સાથે, સુરતના ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટમાં તાજેતરના વર્ષોમાં ૧૦થી ૧ર ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો છે. સુરત શહેર સિન્થેટિક સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ અને હોમ ટેક્ષ્ટાઇલનું નોંધપાત્ર એક્ષ્પોર્ટર છે, જેની વૈશ્વિક સ્તરે ખૂબ જ માંગ છે. સુરતમાંથી ટેકનિકલ ટેક્ષ્ટાઇલની માંગ વર્ષ ર૦૩૦ સુધીમાં ર૦ ટકા વધવાની સંભાવના છે.

શ્રી અમિત મુલાણીએ જણાવ્યું હતું કે, ભારતમાંથી ટેક્ષ્ટાઇલ પ્રોડકટનું એક્ષ્પોર્ટ વર્ષ ર૦રર–ર૩માં રૂપિયા ર૮૬૦૮૯ કરોડ રહયું હતું, જે વર્ષ ર૦ર૩–ર૪માં રૂપિયા ર૬૯ર૧૧ કરોડ નોંધાયું હતું. ભારતના કુલ એક્ષ્પોર્ટમાં ટેક્ષ્ટાઇલ મટિરિયલ્સ તેમજ પ્રોડકટનું યોગદાન ૬ ટકા જેટલું છે. હવે તો વિશ્વની ઘણી કંપનીઓ ભારતથી ટેક્ષ્ટાઇલ પ્રોડકટ લેવા માટે આવી રહી છે. તેમણે એક્ષ્પોર્ટરો અને ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે, ગ્લોબલ માર્કેટમાં જવું હશે તો એક્ષ્પોર્ટ કરવા માટે સૌપ્રથમ પ્રોડકટ અંગે એનાલિસિસ કરવું જ પડશે. વિશ્વને હવે ચાઇના પાસેથી કોઇ પણ પ્રોડકટ ખરીદવી નથી, આથી ભારતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને વૈશ્વિક માર્કેટમાં એક્ષ્પોર્ટ માટે જબરજસ્ત તકો છે.

તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૩માં આખા વિશ્વએ રૂપિયા ૧પર૭.ર૦ કરોડનું મેટાલિક યાર્ન અને રૂપિયા ૧પ૦પ૩૦.૮૪ કરોડનું સિન્થેટિક ફિલામેન્ટ યાર્નનું ઇમ્પોર્ટ કર્યુ હતું. આ વર્ષમાં ભારતે રૂપિયા પ૧.૯૯ કરોડનું મેટાલિક યાર્ન અને રૂપિયા ૬પ૦૭.૪૬ કરોડનું સિન્થેટિક ફિલામેન્ટ યાર્નનું એક્ષ્પોર્ટ કર્યું હતું, આથી આખા વિશ્વમાં મેટાલિક યાર્ન માટે ૯૬ ટકા અને સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન માટે ૯પ ટકા એક્ષ્પોર્ટની વિપુલ તકો રહેલી છે.

તેમણે કહયું હતું કે, ભારત સરકારે પણ સુરતના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેથી કરીને સુરતમાં બુલેટ ટ્રેન અને હજીરા પોર્ટનું ડેવલપમેન્ટ થઇ રહયું છે. મુંબઇમાં હવે પોર્ટનું એકસપાન્શન શકય નથી. કારણ કે મુંબઇમાં હવે એકસપાન્શન માટે જમીન રહી જ નથી, આથી સુરતમાં હજીરા પોર્ટના એકસપાન્શન માટે વિપુલ સંભાવનાઓ છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને તેમણે ટેક્ષ્ટાઇલ મટિરિયલ્સના એક્ષ્પોર્ટ માટેની તકોને ઝડપી લેવા માટે તેના વિષેનું નોલેજ મેળવવા, એનાલાઇઝ કરવા અને એક્ષ્પોર્ટની દિશામાં આગળ વધવા માટે હાંકલ કરી હતી. તેમણે એક્ષ્પોર્ટ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને વિવિધ યોજનાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મરે સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની જરી કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્ર ઝડફીયાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પમનાનીએ વકતાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના સીનિયર મેનેજર શ્રીમતી સેજલબેન પંડયાએ ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા શરૂ કરાયેલા વિવિધ કોર્સની માહિતી આપી હતી. વક્તાશ્રીએ ઉદ્યોગ સાહસિકો અને એક્ષ્પોર્ટરોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>