સમગ્ર દેશમાં 22 મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સુરતના નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલ “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” ખાતે જે કોઇ બહેનોને ડિલીવરી થશે તે ફ્રીમાં કરવામાં આવશે. નોર્મલ ડિલીવરી કે સિઝેરીયન ડિલીવરીનો કોઇ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ૨૨મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં ૨૪ કલાકમાં ટોટલ ૩૬ ડીલીવરી થતા હોસ્પીટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટ ગુંજી ઉઠ્યું હતું. જેમાં ૧૬ દીકરી અને ૨૦ દીકરાનો જન્મ થયો હતો.જે ગુજરાત માં એકજ દિવસમાં એક જ હોસ્પિટલ કેમ્પસમાં સૌથી વધારે ડીલીવરીનો પણ રેકોર્ડ છે.
તા. ૨૨-૦૧-૨૦૨૪ ના રોજ એતિહાસિક દિવસે થયેલ ડીલીવરી હોસ્પિટલ દ્વારા તદન ફ્રી કરવામાં આવેલ છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર રાખવા માટે કેટલાક પરિવારોએ અને માતાઓએ આ તારીખમાં જ પોતાના બાળકને જન્મ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાબતે દર્દીઓ અને તેના સબંધીઓમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને અને આદિવસને યાદગાર રાખવા દંપતીઓએ પોતાના બાળકોના નામ રામ અને સીતા રાખશે એવું જણાવ્યું હતું.
ડાયમંડ હોસ્પિટલના ૧૦ વર્ષના ઈતિહાસ માં ૩૬ ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે,જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.કલ્પનાપટેલ, ડૉ.ભાવેશ પરમાર ડૉ.રિધ્ધિ વાઘાણી,અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત,ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગના રેસીડેન્ટ ડો.ડીમ્પલ પટેલ. ડો નેહા બોરિચા,ડો.ઋત્વી જોગાણી,ડો.રિયા પટેલ તેમજ હોસ્પીટલના પિડીયાટ્રીસિયન વિભાગના ડો.અલ્પેશ સિંઘવી,ડો મીનેશ ભીકડિયા રેસીડેન્ટ ડોક્ટર અને મેડીકલ ઓફીસર તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો. ડાયમંડ હોસ્પિટલમાં OPD માં રોજના ૯૦૦-૯૫૦ દર્દીઓ લાભ લઈ રહ્યા છે,અને મહીને ૩૫૦-૪૦૦ ડીલીવરી થાય છ હોસ્પીટલમાં મોતિયાનું ઓપરેશન તદન ફ્રિ કરી આપવામાં આવે છે.
નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર રૂ ૧૮૦૦ અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જલેવામાં આવતો નથી તેમજ સિઝેરિયન ડીલીવરીનો નો ચાર્જ માત્ર રૂ ૫૦૦૦ છે.
આપણી આ હોસ્પીટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે અત્યાર સુધીમાં૨૦૦૦ દીકરીઓને ટોટલ ૨૦ કરોડના બોન્ડ આપી દીધા છે અને,ભારત સરકારશ્રીની યોજના “બેટી બચાવો – બેટી વધાવો ને સાર્થક કરવામાં સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે