સુરત મનપાને Intelligent Transport System નો એવોર્ડ

Spread the love

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે “૧૭મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-૨૦૨૪” નો શુભારંભ મા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નરદ્ હસ્તે થશે.અંતિમ દિવસે તા.૨૭/૧૦/૨૦૨૪ રોજ અર્બન ટ્રાન્સપોર્ટ ની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત થનાર છે, જેમાં સુરત મહાનગરપાલિકા ને એવોર્ડ કેટેગરી “ City with Best Intelligent Transport System (ITS)” અંતર્ગત
“ Application of Intelligent Transport System (ITS) for value addition in Public Transport System” પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થશે.

જે સુરત મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવેલ કામગીરી જેવી કે શહેરની જાહેર પરિવહન નેટવર્કને વધુ અસરકારક બનાવવા માટે એક અદ્યતન ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS) અમલમાં મુકેલ જેમાં ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS), ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ (AFCS), અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ITCS) જેવા મુખ્ય ઘટકોને સમાવવામાં આવ્યા છે, જેથી લોકોને આધુનિક, અસરકારક, અને વિશ્વસનીય પરિવહન સુવિધા મળી રહે.


ITMS પ્રોજેકટ જીપીએસ અને મોબાઇલ એપ્લિકેશન્સના ઉપયોગથી બસોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવાની સુવિધા આપે છે, જે મુસાફરોને સચોટ પરિવહન સુવિધાની માહિતી પ્રદાન કરે છે. AFCS પ્રોજેકટ જાહેર પરિવહન સેવામાં સુરત મની કાર્ડ મારફત કેશલેશ ટ્રાન્ઝેક્શનની સુવિધા પુરી પાડી ફેર કલેક્શનને સરળ બનાવે છે અને વિવિધ પરિવહન મોડ્સ, જેમ કે સીટી અને BRTS બસમાં એક જ ટીકીટથી સરળ મુસાફરીની સુવિધા પ્રદાન કરે છે. ITCS, પ્રોજેક્ટ અંતર્ગત એટાપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની મદદથી ટ્રાફિક પ્રવાહને આધારે ટ્રાફિક સિગ્નલના ટાઈમીંગને ડાયનામિક રીતે ઓટોમેટીક સેટ કરે છે જેને કારણે ટ્રાફિક જંક્શન પર ટ્રાફિકના ભારણમાં ઘટાડો કરે છે અને ટ્રાફિક નિયમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકે છે.સુરત ગુજરાતનું પ્રથમ શહેર છે, કે જ્યાં સૌથી વધુ સંખ્યામાં ATCS જંક્શન એક પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવ્યા છે, જે અદ્યતન AI આધારિત વ્હીકલ ડિટેક્શન કેમેરાથી સજ્જ છે.


આ ITS પ્રોજેક્ટ શહેરી પરીવહન સુવિધા સુધારવા, ટ્રાફિક ભીડ ઘટાડવા અને માર્ગ સુરક્ષા વધારવા માટે અમલી કરેલ છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સિંક્રોનાઇઝ્ડ ટ્રાફિક જંકશન, ઑપ્ટિમાઇઝ ટ્રાવેલ રૂટ્સ અને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ પ્રદાન કરીને, મુસાફરીનો સમય ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે. ITS પ્રોજેક્ટના સફળ અમલીકરણ સાથે, સુરત વધુ સસ્ટેનેબલ, એકસેસીબલ અને સીટીઝન ફ્રેંડલી શહેરી પરિવહન પ્રણાલી તરફ આગળ વધી રહ્યું છે, જે તેની ઝડપથી વધતી વસ્તીની પરિવહન જરૂરિયાતોને પૂરી કરે છે.

ઉપરોક્ત પ્રોજેક્ટ હેઠળ નો એવોર્ડ ભારત સરકારના મા.કેબીનેટ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ના વરદ્ હસ્તે એનાયત થનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes:

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>