સ્માર્ટ સિટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ અને સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ અંતર્ગત દેશભરમાંથી પસંદગી પામેલ ૧૫ પાયોનિયર શહેરોમાં સુરતની પસંદગી
સ્માર્ટ સિટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દેશના શહેરોમાં નોન-મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા, પર્યાવરણ સંક્ષરણ, શહેરોને વોકિંગ ફ્રેન્ડલી તેમજ સાયકલિંગ- ફ્રેન્ડલી બનાવવાનાં હેતુથી ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ, સ્ટ્રીટ ફોર પીપલ અને ટ્રાન્સપોર્ટ ફોર ઓલ જેવી વિવિધ ચેલેન્જો લોન્ચ કરવામાં આવેલ.
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સદર ચેલેન્જોમાં સક્રિય રીતે ભાગ લેવામાં આવેલ અને જે અંતર્ગત વિવિધ કામગીરોઓ પણ કરવામાં આવેલ તેમજ સિટીઝન અવેરનેસ માટે પણ સમયાંતરે વિવિધ પ્રવુતિઓ/ એક્ટીવીટીઓનું આયોજન પણ કરવામાં આવે છે.
સ્માર્ટ સિટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ અને સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જો અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરનાર કુલ ૧૫ શહેરોની પાયોનિયર શહેરો તરીકે પસંદગી કરવામાં આવેલ જેમાં સુરત પણ પસંદગી પામેલ છે. ભારતભરમાંથી પસંદગી પામેલ ૧૫ શહેરોમાં સુરત ગુજરાતનું એક માત્ર શહેર છે.
તા.૧૩ જાન્યુઆરી, ૨૦૨૪નાં રોજ પિમ્પરી ચિંચવડ, મહારાષ્ટ્ર ખાતે સ્માર્ટ સિટિઝ મિશન, MoHUA દ્વારા યોજવામાં આવનાર ‘નેશનલ વર્કશોપ ઓન સ્ટ્રીટસ એન્ડ પબ્લિક સ્પેસીસ’ દરમ્યાન પસંદગી પામેલ ૧૫ પાયોનિયર શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવેલ. સુરત સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ.શ્રી, શ્રીમતી સ્વાતિબેન દેસાઈ દ્વારા સુરત શહેરનો એવોર્ડ સ્વીકારવામાં આવેલ.
વધુમાં, ‘સાયકલ ટુ સ્કુલ’ કેમ્પેઈનનાં પાયલોટ પ્રોજેક્ટ માટે સ્માર્ટ સિટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દેશભરમાંથી માત્ર સુરત શહેરની પસંદગી કરવામાં આવેલ છે અને જે અન્વયે સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ‘સાયકલ ટુ સ્કુલ’નાં પાયલોટ પ્રોજેક્ટ અન્વયે કરવામાં આવેલ કામગીરીઓથી સદર વર્કશોપમાં ઉપસ્થિત ડેલીગેટ્સોને માહિતગાર કરવામાં આવેલ