બાગેશ્વર ધામ આયોજક સમિતિ દ્વારા કરવામાં આવશે આયોજન. વ્યવથા માટે સમિતિએ બેઠક યોજી.
ગુજરાતનું ‘મિની ભારત’ કહેવાતું સુરત શહેર હંમેશાથી આસ્થા અને આધ્યાત્મ મામલે અગ્રેસર રહ્યું છે. ધામધૂમથી તહેવારો ઉજવવા અને સંસ્કૃતિનો સંચય કરવો એ મા તાપીનો મૂળ સ્વભાવ છે. આ જ બાબતે સુરતની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે. સુરતના ઐતિહાસિક નીલગિરી મેદાનમાં આવનારી 26-27 મેના રોજ વિશ્વપ્રસિદ્ધ અને ભગવાન બાલાજી હનુમાનની આસ્થાના કેન્દ્ર એવા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર શ્રી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પધારી રહ્યા છે.

શ્રી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની અધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાની સમાધાન કરવા બાબતે ખૂબ જ લોકપ્રિય થયા છે. સાથે જ તેઓ સનાતન ધર્મની પુનઃ સ્થાપના માટે પણ ખૂલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક મૂકી રહ્યા છે, જેના કારણે તેઓ આજની યુવા પેઢીમાં પણ અતિલોકપ્રિય બન્યા છે. જ્યાં-જ્યાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે, ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમડી પડે છે. સુરતમાં યોજવા જઈ રહેલ કાર્યક્રમમાં પણ લાખો લોકો આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે કોઈ કાર્યક્રમમાં લાખો લોકો આવવાના હોય ત્યારે તેનું આયોજન પણ ખૂબ જ બારીકાઇથી કરવાનું હોય છે. તેને અનુલક્ષીને આજરોજ બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્યોની વ્યવસ્થા બાબતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કામોનું શ્રમ વિભાજન કરીને સભ્યોને સોપવામાં આવ્યું છે. સભ્યોનું કહેવું છે કે તેઓ હમણાંથી તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે. આ સમિતિમાં શ્રીમતી કિરણબેનનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધર્મના માતૃશ્રી માને છે. તમને જણાવી દઈએ કે ગત રોજ જ નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ અંગેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.
આ આયોજનની સમિતિમાં શ્રીમતી સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય શ્રી), શ્રી સંદિપભાઈ દેસાઈ (ધારાસભ્ય શ્રી), શ્રી અમિતસિંહ રાજપૂત (શાસકપક્ષ નેતા), શ્રી દિનેશ રાજપુરોહિત (પાલિકા ચેરમેન) અને વિભિન્ન સમાજના અગ્રણીઓ જેમાં શ્રી કૃષ્ણમુરી શર્મા, શ્રી સાંવર પ્રસાદ બુધિયા, શ્રી કૈલાશભાઈ હકીમ, શ્રી કુસુમબેન વર્મા, શ્રી દિનેશભાઈ કટારીયા, શ્રી પ્રતાપભાઈ જીરાવાલા અને શ્રી હિરેનભાઈ કાકડિયાનો સમાવેશ કરવામાં આવ્ય છે, ઉપયુક્ત તમામ મહાનુભાવો આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.