સેવાલક્ષી સંસ્થા ભારતીય જૈન સંગઠનના ગુજરાત રાજ્ય કાર્યાલયનું ઉદઘાટન 11 જૂન ના રોજ રવિવારે સાંજે 5 કલાકે 211, ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર, ડુમસ રોડ ખાતે કરવામાં આવશે. માહિતી આપતા BJS ગુજરાતના સેક્રેટરી શ્રી સંજય જૈન ચાવતે જણાવ્યું હતું કે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે બીજેએસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર લુંકડ, મહામંત્રી શ્રી રાજકુમાર ફટ્ટાવત, સ્માર્ટ ગર્લના નેશનલ ઈન્ચાર્જ ડૉ.હર્ષિતા જૈન, ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ. સંજય જૈન અને સુરત શાખાના પ્રમુખ શ્રી અજય અજમેરા ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે BJSની સુરત, વાપી, અંકલેશ્વર, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, ભુજ, જામનગર, ભાવનગર, સુરેન્દ્ર નગર, દાહોદ વગેરે શહેરોમાં શાખાઓ છે અને દરેક શાખા માં સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 23 હજાર જેટલી છોકરીઓનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે.
સુરત શાખાના સેક્રેટરી શ્રી રૌનક કાંકરિયાએ જણાવ્યું હતું કે, સુરત શાખા દ્વારા વિકલાંગ સાધનોનું વિતરણ કેમ્પ, યુવા અને યુવા પરિચય સંમેલન, સુખી સામજસ્ય વૈવાહિક સેમિનાર, અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન કોરોના સમયગાળા દરમિયાન આપવામાં આવ્યા હતા . હાલ ભારત સરકાર નીતિ આયોગ સાથે મળી ભારત ના 100 જિલ્લા ને વોટર sufficient district બનાવવા માટે ભારત સરકાર દ્વારા ભારતીય જૈન સંગઠન ને કામ સોંપવામાં આવ્યું છે
સંજય જૈન ( ચાવત)
ગુજરાત પ્રદેશ મંત્રી