દેશભરના વિવર્સની સાથે ટ્રેડર્સ, રિટેલર્સ અને ગારમેન્ટ ઉત્પાદકોએ પણ વિઝીટ કરતા એકઝીબીટર્સને નવી સિઝન માટે બિઝનેસમાં ર૦ ટકાથી વધારે ગ્રોથની આશા છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩'નું તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું રવિવારે સમાપન થયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવા માટે જે સંકલ્પ લીધો છે તેના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એસજીસીસીઆઇ ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની શરૂઆત કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજીયોનમાંથી વધુમાં વધુ એક્ષ્પોર્ટ વિદેશોમાં થાય તેના માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત કેન્દ્રીય વસ્ત્ર મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને રપ૦ બિલિયન યુએસ ડોલરનો માર્કેટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેને હાંસલ કરવા માટે પણ યાર્ન એક્ષ્પો સાચા અર્થમાં કારગત સાબિત થશે.

વિવિંગ અને નીટિંગ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ યાર્ન એક્ષ્પોમાં પ્રદર્શિત કરાયેલા જુદી–જુદી વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેની વિગતવાર જાણકારી મેળવી હતી.

આ વર્ષે વિવર્સની સાથે સાથે ટેક્ષ્ટાઇલ માર્કેટના ઘણા વેપારીઓ તથા રિટેલર્સે યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત બહાર ગામના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ દ્વારા પણ યાર્નના વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. હવે યાર્ન ઉત્પાદકો પાસેથી તેઓ સેમ્પલ મંગાવશે અને નવા ફેબ્રિક ડેવલપ કરશે. આ યાર્નના સેમ્પલીંગ કરીને વિવિધ પ્રકારના નવા ફેબ્રિક અને નવા ક્રિએશનો આગામી સમયમાં સુરતમાં ડેવલપ થશે. આ યાર્નમાંથી સ્પોર્ટ્‌સ માટે વપરાતા ફંકશન્સ ગારમેન્ટનું ડેવલપમેન્ટ પણ સુરતથી થશે. આ ક્રિએશન ફેબ્રિક એક્ષ્પોર્ટ માટે પણ કામ લાગશે.

દરમ્યાન રવિવારે સુરતના પોલિસ કમિશનર અજય કુમાર તોમર અને સીજીએસટી– સુરતના કમિશનર પંકજ સિંઘે પણ યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ યાર્ન તેમજ ફેબ્રિકસ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્રણ દિવસ દરમ્યાન જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી બાયર્સે યાર્ન એક્ષ્પોની વિઝીટ લીધી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના ૬૧ જેટલા શહેરોમાંથી વિવર્સ તથા ટ્રેડર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ૬પ૦૦, બીજા દિવસે ૭૧૦૦ અને આજે છેલ્લા ત્રીજા દિવસે ૬૮૬૦ બાયર્સ મળી કુલ ર૦૪૬૦ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

ખાસ કરીને રાજ્ય બહારના બાયર્સે એકઝીબીટર્સને ઢગલાબંધ ઓડર્સ આપ્યા હતા. જેને પગલે એકઝીબીટર્સને નવી સિઝન માટે બિઝનેસમાં ર૦ ટકાથી વધારે ગ્રોથની આશા છે અને તેના થકી તેઓને આગામી છ મહિનામાં આશરે રૂપિયા ૭ર૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થશે તેવી સંભાવના છે. બહાર ગામના બાયર્સનો એકઝીબીટર્સને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, આથી તેઓએ આગામી વર્ષે ચેમ્બર દ્વારા આયોજિત થનારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪માં એડવાન્સ બુકીંગની તૈયારી પણ દર્શાવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧૩૦ થી વધુ એસોસીએશનો – સંસ્થાઓને સાંકળીને ઉદ્યોગ, ધંધા, રોજગાર, માર્કેટથી લઇને સી.એ. સંગઠનો સાથે મળી દરેક સુધી રાષ્ટ્રધ્વજ પહોચાડવા યોજના ઘડાશે : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા

ચેમ્બરના નેજા હેઠળ યોજાયેલી ઓનલાઈન બેઠકમાં ઔદ્યોગિક એસોસીએશનો – સંસ્થાઓના આગેવાનોએ હર ઘર તિરંગાની યોજનામાં આન, બાન અને શાનથી જોડાવવા માટે નૈતિક જવાબદારી લીધી

સુરત. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે શુક્રવાર, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૨ ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી ભાવેશ ટેલર, માનદ્દ ખજાનચી ભાવેશ ગઢીયા, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહ, રાજેન્દ્ર ચોખાવાળા, નિલેશ માંડલેવાલા, પી. એમ. શાહ, શરદ કાપડીયા, રૂપીન પચ્ચીગર, પ્રેમકુમાર શારદા તથા ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા, ફોસ્ટાના ચેરમેન ચંપાલાલ બોથરા, લસકાણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હરિભાઈ કથીરિયા, સચિન જીઆઈડીસીના મયુર ગોલવાળા, વેડરોડ વિવર એસોસિયેશનના ઉપ પ્રમુખ ભુપેન્દ્ર ચાહવાલા, સીટાના દિપક શેઠવાલા અને બશીર મન્સૂરી, વાંસદાના ધર્મેન્દ્રસિંહ સોલંકી, ગીરધરગોપાલ મુન્દ્રા, વિજય મેવાવાલા, હાર્દિક શાહ, બી. એસ. અગ્રવાલ, જનક પચ્ચીગર, આશા દવે, ડો. અનીલ સરાવગી, પ્રવિણ દોન્ગા, કેતન જરીવાલા, નિખિલ મદ્રાસી, નીરજ મોદી, ધર્મેશ વાણીયાવાલા, નેરો ફેબ્રિક એસોસીએશનના મનોજ સિંગાપુરી, બારડોલીના કમલેશ લાલાણી, વાપીના સુધીર સાવલીયા, સુરત ટેક્સટાઇલ ક્લબના કૃષ્ણકાંત ખરવર, સ્કૉબાના ડો. જયનાબેન ભક્તા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેશનના સીએ નિકેત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો જોડાયા હતા.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમનું આયોજન તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવનાર છે. લોકોમાં તિરંગા પ્રત્યે આદરભાવ વધારવા તેમજ રાષ્ટ્રભક્તિની એક નવી મિશાલ ઉભી કરવા દરેક ઘર ઉપર તિરંગો લહેરાય તે જરૂરી છે. આથી તેમણે વેપારીઓ તથા ઉદ્યોગકારોને સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’કાર્યક્રમ હેઠળ ત્રણ દિવસ ઘરે ઘર રાષ્ટ્રધ્વજ લહેરાય તે હેતુથી ચેમ્બર દ્વારા તેના ૫૦ હજારથી વધુ સભ્યોને ધ્વજ આપવામાં આવશે. સુરત સહીત દક્ષિણ ગુજરાતનાં ઔદ્યોગિક એસોસિયેશનો સાથે સંપર્ક સાધી તેઓને પણ આ ઉજવણીમાં સામેલ કરવામાં આવશે તથા તેઓની જરૂરિયાત પ્રમાણે તેઓને પણ ધ્વજ આપવાની વ્યવસ્થા ચેમ્બર તરફથી કરવામાં આવશે. તેમણે ઉદ્યોગકારોને ફેક્ટરી, પોતાના ઘરે તેમજ કારીગરોના ઘરે તેમજ વેપારીઓને તેઓના ઘરે તથા દુકાને તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

શહેરની જીઆઇડીસીઓમાં આવેલા દરેક કારખાનાઓ, મિલો, યુનિટો, માર્કેટો, ઓફિસોથી લઇને ટેક્સટાઈલ વિસ્તારમાં આવેલી ઇમારતો પર તિરંગો લહેરાય તે માટે ઔદ્યોગિક એસોસિયેશનોના આગેવાનોએ આગોતરું આયોજન કરીને તમામ લોકો હર ઘર તિરંગાની યોજનામાં આન, બાન અને શાનથી જોડાય તે માટે નૈતિક જવાબદારી લીધી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉદ્યોગો વતિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનો આભાર માન્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦૧૯ માં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પાવર પોલિસી અમલમાં મુકી હતી. જે સ્કીમ મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ફિકસ ભાવે વીજળી નાના ઉદ્યોગકારો પાસે ખરીદવાનો નિર્ણય લેવાયો હતો. દક્ષિણ ગુજરાતમાંથી ઘણા એમએસએમઇ ઉદ્યોગકારો તેમજ ચેમ્બરના સભ્યો દ્વારા આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે પીપીએ સાઈન કરવામાં આવ્યા હતા.

ચેમ્બરના ઘણા સભ્યો દ્વારા ચેમ્બરને રજૂઆત કરવામાં આવી હતી કે, ઉપરોકત પ્રોજેકટમાંથી સરકાર વિડ્રોઅલ માટે વન ટાઇમ વિન્ડોની સુવિધા ફાળવે. આ અંગે ચેમ્બર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને આધારે તા. રપ જુલાઇ, ર૦રર ના રોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરવામાં આવી હતી કે, પીપીએ સાઇન થયા હોય અને વિડ્રોઅલ લેવા માંગતા હોય તેવા એમએસએમઇ ઉદ્યોગકારોએ જે તે ડિસ્કોમમાં તા. ૯ ઓગષ્ટ, ર૦રર પહેલાં લેખિતમાં અરજી આપવાની રહેશે.

રાજ્ય સરકારના નિર્ણયથી એમએસએમઇ ઉદ્યોગકારોને રાહત થતા ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉદ્યોગો વતિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનો આભાર માન્યો હતો.

ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાની હેઠળ ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલને એ– ટફ સ્કીમને ફરીથી શરૂ કરાવવા માટે રૂબરૂ રજૂઆત કરાશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

ટીટીડીએસ તાત્કાલિક ધોરણે અમલમાં મુકવી અને ટીટીડીએસ અમલમાં મુકાય ત્યાં સુધી એ–ટફ સ્કીમને ૧લી એપ્રિલ– ર૦રર એટલે કે પાછલી તારીખથી ઇફેકટ આપીને ચાલુ રાખવી જોઇએ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફિઆસ્વી દ્વારા બુધવાર, તા. ર૭ જુલાઇ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટરના ઉદ્યોગકારો સાથે ઓફલાઇન અને ઓનલાઇન મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસિંગ એસોસીએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારીયા (ઓનલાઇન), સચીન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી મયૂર ગોળવાલા, વેડરોડ વિવર્સ એસોસીએશનના ઉપ પ્રમુખ ભુપેન્દ્ર ચાહવાલા, અનિલ દલાલ, દીપ પ્રકાશ અગ્રવાલ, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ સંદીપ દુગ્ગલ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, એ– ટફ સ્કીમ બંધ થઇ ગઇ છે અને કેન્દ્ર સરકાર દ્વારા ટીટીડીએ નવી સ્કીમ લાવવામાં આવી રહી છે ત્યારે આ સ્કીમ કેવી હોવી જોઇએ તેના સૂચનો મેળવવા માટે આજની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટરના આગેવાનોએ ચેમ્બર તથા ફિઆસ્વી સમક્ષ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ચારેક હજાર આધુનિક મશીનો પાઇપલાઇનમાં છે તેમજ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટરના ડેવલપમેન્ટ હેતુ એ– ટફ સ્કીમ યોગ્ય હતી તે વિષે ચર્ચા થઇ હતી. આથી ટીટીડીએસ તાત્કાલિક ધોરણે અમલમાં મુકવી અને ટીટીડીએસ અમલમાં મુકાય ત્યાં સુધી એ–ટફ સ્કીમને ૧લી એપ્રિલ– ર૦રર એટલે કે પાછલી તારીખથી ઇફેકટ આપીને ચાલુ રાખવી જોઇએ તેવી માંગ ઉદ્યોગકારોએ કરી હતી.

જેથી કરીને એ–ટફ સ્કીમને ફરીથી ચાલુ કરવા માટે તથા તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવા માટે ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાની હેઠળ ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા ટેકસટાઇલના તમામ સેકટરના આગેવાનોને સાથે રાખીને નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેમ મિટીંગના અંતે નકકી થયું હતું.

દુબઇના ટેકસમાસ ગૃપના પ્રતિનિધીઓ તથા શ્રીલંકાના બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી, પ્રથમ દિવસે સાડા પ હજાર અને બીજા દિવસે રવિવારે ભર વરસાદમાં પણ ૧૦ હજારથી વધુ વિઝીટર્સના ઘસારાથી એકઝીબીટર્સનો ઉત્સાહ વધ્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ર૩ જુલાઇ ર૦રર થી ત્રણ દિવસ માટે ‘વિવનીટ એકઝીબીશન– ર૦રર (સેકન્ડ એડીશન)’ યોજાયું છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દુબઇ ખાતેથી યુએઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્‌સ ગૃપ (ટેકસમાસ)ના પ્રતિનિધીઓ જેકીભાઇ મોરદાણી અને પ્રદીપભાઇ રવિવારે વિવનીટ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. શ્રીલંકા ખાતેથી પણ બાયર્સે વિવનીટ પ્રદર્શનની વિઝીટ કરતા એકઝીબીટર્સને આંતરરાષ્ટ્રીય કક્ષાના બાયર્સ સાથે સીધો સંપર્ક થયો હતો. આ ઉપરાંત સુરત શહેરના મોટા ભાગના કાપડના વેપારીઓએ બે દિવસ દરમ્યાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

વધુમાં તેમણે કહયું હતું કે, પ્રથમ દિવસે પ્રદર્શનમાં પ૪૭પ બાયર્સે મુલાકાત લીધી હતી. જ્યારે બીજા દિવસે રવિવારે આખો દિવસ સતત વરસાદમાં પણ ૧૦ર૩૪ વિઝીટરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બે દિવસ દરમ્યાન ૧પ૭૦૯ વિઝીટરોએ મુલાકાત લેતા પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ એવા વિવર્સ અને નીટર્સમાં અનેરો જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ચેમ્બર દ્વારા યોજાયેલા આ પ્રદર્શને સાબિત કરી દીધું છે કે સુરતના વિવર્સ અને નીટર્સ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નંબર વન બનવાની તાકાત ધરાવે છે.

વિવનીટ પ્રદર્શનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી તથા એકઝીબીટર્સને લાખ્ખો મીટરના ગ્રે ફેબ્રિક તથા સાડીઓના ઓર્ડર આપ્યા હતા.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલા વિવિધ ફેબ્રિકસ તથા લેપેટ ફેબ્રિકસે તો આકર્ષણ જમાવ્યું જ છે. પરંતુ એક કંપની દ્વારા ઇકાત ટેકનોલોજીથી પટોળાના કાપડ જેવું જ કાપડ બનાવી તેમાંથી વિવિધ પ્રોડકટ ડેવલપ કરી છે. આ ટેકનોલોજીથી યાર્નને પ્રિન્ટ કરવામાં આવે છે અને પછી પ્રિન્ટેડ યાર્નને કાપડમાં વણવામાં આવે છે. આવી પ્રક્રિયા હેન્ડલૂમમાં કરવા જઇએ તો કાપડ બનાવવા માટે બે–ચાર મહિના લાગી જાય છે. આથી નવીનતમ યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાપડમાંથી બનાવવામાં આવેલી સાડી, દુપટ્ટા, ટોપ, કોટી, કુર્તી, નેરો ફેબ્રિકસ લેસ અને ગારમેન્ટે પ્રદર્શનમાં આકર્ષણ જમાવ્યું છે. ભારતભરમાં એકમાત્ર સુરતમાં જ આ ટેકનોલોજીથી કાપડ બનાવી વિવિધ પ્રોડકટ ડેવલપ કરવામાં આવી રહી છે.

વિવનીટ પ્રદર્શનના એડવાઇઝર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ્સના ઘણા ઓર્ડર્સ એકઝીબીટર્સને મળી રહયા છે. આવતીકાલે ત્રીજા દિવસે પણ બાયર્સ તથા વિઝીટર્સનો ધસારો જોવા મળશે.

મેક ઇન ઇન્ડિયા પહેલ યુએસએમાં સ્થાયી થયેલી ઇન્ડિયન કોમ્યુનિટીના બિઝનેસ એન્ડ ઇકોનોમી ડેવલપમેન્ટ માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે : ન્યુ જર્સીના મેયર સેમ જોશી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુએસએમાં ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– ર૦રર’ એકઝીબીશન અંતર્ગત ન્યુ જર્સી ખાતે મંગળવાર, તા. ૧૪ જૂન, ર૦રર ના રોજ ન્યુ જર્સીના મેયર સેમ જોશી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં ન્યુ જર્સીના સ્થાનિક ઇન્ડીયન કોમ્યુનિટીના ઉદ્યોગકારો તથા અન્ય દેશોમાંથી ટેકસટાઇલ પ્રોડકટની આયાત કરનારા આયાતકારો હાજર રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું તથા યુએસએ ખાતે યોજાયેલા એકઝીબીશનના ભાગરૂપે ચેમ્બર દ્વારા તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ ન્યુ જર્સી ખાતે યોજાનારી બીટુબી અને બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ વિશે સ્થાનિક ઉદ્યોગકારોને માહિતી આપી હતી. સાથે જ તેઓને આ બંને મીટમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો.

ન્યુ જર્સીના મેયર સેમ જોશીએ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ૩૦ વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલા ભારતીય ઉદ્યોગકારોએ સારો બિઝનેસ ડેવલપ કર્યો છે. એમાં પણ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ સ્થાનિક ઇન્ડિયન કોમ્યુનિટીના બિઝનેસ એન્ડ ઇકોનોમી ડેવલપમેન્ટ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સાથે જ એકઝીબીશન થકી ચેમ્બરના આ પ્રયાસને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને પણ વધુ વેગ મળશે. આ મિટીંગમાં સ્થાનિક ઉદ્યોગકારોએ ચેમ્બરના પ્રયાસને બિરદાવ્યો હતો અને દર વર્ષે આ રીતે એકઝીબીશનનું આયોજન થાય તેવી લાગણી વ્યકત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. ૯ થી ૧૧ જૂન ર૦રર દરમ્યાન યોજાયેલા ત્રિદિવસીય ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– ર૦રર’ એકઝીબીશનને જબરજસ્ત ઐતિહાસિક સફળતા મળી છે.

ચેમ્બર દ્વારા હવે આ એકઝીબીશન અંતર્ગત તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂનના રોજ કેલિફોર્નિયા ખાતે બીટુબી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં પણ કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

डायमंड ट्रेडिंग, रियल एस्टेट और कपड़ा उद्योग सहित सभी थोक दुकानों को एक दिन में चार घंटे खोलने के लिए चैंबर ने राज्य के पुलिस महानिदेशक के समक्ष गुहार लगाई है।

चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के तत्वावधान में गुजरात चैंबर ऑफ कॉमर्स के सभी पदाधिकारियों ने आज पुलिस महानिदेशक आशीष भाटिया के साथ वर्चुअल बैठक की। जिसमें द सदर्न गुजरात चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के अध्यक्ष दिनेश नवाडिया ने कई मुद्दों पर डीजीपी आशीष भाटिया से गुहार लगाई। दक्षिण गुजरात में हीरा उद्योग और कपड़ा उद्योग सहित सभी उद्योगों की थोक दुकानों को दिन के दौरान सुबह 10:00 बजे से अपराह्न 2:00 बजे तक खोलने की अनुमति दी जानी चाहिए।

file

राज्य में सभी प्रकार की विनिर्माण गतिविधियाँ चल रही हैं, लेकिन व्यापारिक गतिविधियाँ बंद होने के साथ उत्पादन गतिविधियाँ भी बंद होने के कगार पर हैं। इसलिए18 मई, 2012 से  ट्रेडिंग गतिविधि की अनुमति दी जाए। कारीगर वर्तमान में घर जाने की स्थिति में नहीं हैं। ऐसे में यदि उत्पादन बंद हुआ तो वह कानून और व्यवस्था की स्थिति को खराब कर सकते हैं।

प्रतिकात्मक तस्वीर

कपड़ा मार्केट बंग होने से बुनाई और डाइंग प्रोसेसिंग इकाइयों द्वारा उत्पादन कम कर दिया गया है  ऐसी परिस्थितियों में, कपड़ा उद्योग के तमाम घटक चालू रखने की अनुमति दी जाए।निर्माण उद्योग में निर्माण कार्य चल रहा है लेकिन रेती- सीमेंट और स्टील जैसी सहायक सेवा दुकानें बंद हैं। निर्माण उद्योग को जारी रखने के लिए सहायक सेवा की दुकानों को खोलने की अनुमति दी जानी चाहिए।

निर्यात - आयात गतिविधि में शामिल सभी इकाइयों को अपना काम बिना किसी अनुमति के काम करने की छूट मिला। ऐसा इसलिए है क्योंकि यदि निर्यात आदेश समय पर डिलिवर किए गए  तो इसका आर्थिक बोझ बहुत अधिक हो सकता है और वैश्विक बाजार में भारत की छवि को धूमिल कर सकता है।

इसलिए इस आदेश को तत्काल प्रभाव से लागू किया जाए। राज्य में सभी प्रकार के रखरखाव और मरम्मत सेवाओं को तत्काल प्रभाव से जारी रखने का आदेश।गृह विभाग द्वारा नमक और मिठाई की दुकानों को खुला रखने के आदेश के बावजूद, कई स्थानों पर स्थानीय प्रणाली द्वारा इन दुकानों को बंद रखा गया है। इसे खोलने की सूचना दे। 

 राज्य के पुलिस महानिदेशक आशीष भाटिया ने  राज्य में वाणिज्य के विभिन्न चेम्बर की मांग को ध्यान से सुना और कहा कि मुख्यमंत्री द्वारा गठित कोर समिति उद्योग और व्यापार को प्रभावित करने वाले उपरोक्त मुद्दों पर निर्णय लेती है। इसलिए वह मुख्यमंत्री द्वारा गठित कोर कमेटी के समक्ष चैंबर ऑफ कॉमर्स द्वारा दिए गए अभ्यावेदन को प्रस्तुत करेंगे। इस संबंध में जो निर्णय लिया जाएगा, उसकी भी घोषणा की जाएगी।

चैम्बर ने आज केंद्रीय वित्त मंत्री, राज्य के मुख्यमंत्री और भारतीय रिजर्व बैंक को एक ज्ञापन भेजा है। राज्य के मुख्यमंत्री विजय रूपाणी से अनुरोध किया है कि राज्य सरकार को लघु और मध्यम स्तर की औद्योगिक इकाइयों के बिजली और गैस के बिलों में ढील देनी चाहिए और 3 महीने के लिए बिजली के लिए निर्धारित शुल्क माफ करना चाहिए। साथ ही जुर्माने और ब्याज से छूट के साथ राज्य कर भरने करने की समय सीमा बढ़ाई।

इसके अलावा, GIDC का संकलित कर का भुगतान करने की समय सीमा 3 महीने बढ़ाई जानी चाहिए। बिजली बिल की अवधि 2 महीने बढ़ाई जानी चाहिए और साथ ही बिजली बिल की दरों को कम किया जाना चाहिए।


साथ ही, इसने रिजर्व बैंक से अपील की है कि अप्रैल से व्यापार-उद्योग ध्वस्त हो गया है और इसलिए उद्योगपति ऋण की किस्तें नहीं चुका पा रहे हैं। ऐसी परिस्थितियों में, गैर-लाभदायक परिसंपत्तियों (एनपीए) को विशेष हवेली खातों 1 और 2 में ध्यान में नहीं रखा जाना चाहिए। वहीं, 90 दिन की एनपीए की सीमा बढ़ाकर 180 दिन की जानी चाहिए।


इसके अलावा, एक बार फिर से पिछले साल की तरह की स्थिति पैदा हो गई है, चैम्बर ने केंद्रीय वित्त मंत्री से उद्योगों के लिए छह महीने की मोहलत की घोषणा करने को कहा है। वर्तमान में, गुजरात सहित कई राज्यों में मिनी लॉकडाउन जैसी स्थिति पैदा हो गई है, इसलिए उद्योगपतियों और ऋण धारकों को 6 महीने की मोहलत देने से राहत मि

चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री ने केंद्रीय स्वास्थ्य मंत्री सभी उम्र के औद्योगिक श्रमिकों को टीकाकरण प्रदान करने के लिए केन्द्रीय स्वास्थ्य मंत्री डॉ.हर्षवर्धन से गुहार लगाई है। बताया गया कि भारत की कुल आबादी का लगभग 50 प्रतिशत लोग 35 वर्ष से कम आयु के लोगों हैं।अधिकांश उद्योगपति, और व्यापारी 18 से 40 वर्ष की आयु के बीच के हैं।

केंद्र सरकार ने केवल 45 वर्ष से अधिक उम्र के लोगों को ही टीका लगाने की सहमति दी है।कोविड का दूसरा चरण दक्षिण गुजरात और पूरे भारत में लंबे समय से चल रहा है और इसके कारण सरकार को आंशिक रूप से लॉकडाउन लगाना पड़ा है। यदि सभी उम्र वालों को वैक्सिन लगाया जाए तो हम तुरंत ही कोरोना का चेन तोड सकेंगे। साथ ही औद्योगिक श्रमिकों को फ्रन्टलाइन वर्कर मानकर प्रायोरिटी में इंजेक्शन लगाया जाए।

सूरत में लगातार बढ रहे कोरोना के कारण प्राइवेट होस्पिटल और निजी होस्पिटल में बेड के लिए लोगों को दिक्कत का सामना करना पड़ रहा है। ऐसे में चैम्बर ऑफ कॉमर्स ने सरसाणा स्थित कन्वेन्शन सेन्टर में कोविड सेन्टर बनाने का फैसला किया है। आगामी दो दिनों में यहां पर 544 बेड का कोविड केयर सेन्टर शुरू हो जाएगा।

चैम्बर ऑफ कॉमर्स के प्रमुख दिनेश नावडिया और सार इन्फ्राकोन के प्रमुख भरत गांधी ने बताया कि शहर की वर्तमान परिस्थिति को देखते हुए शहरीजनो को सुविधा मिल सके इसलिए सरसाणा के कन्वेन्शनर सेन्टर में कोविड केयर सेन्टर बनाने का फैसला किया गया है। मनपा कमिशनर ने विजिट कर के यहां पर कोविड केयर सेन्टर बनाने का फैसला किया है।