સુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરતા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ

સુરત:રવિવાર: સુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. ગૃહ, ઉદ્યોગરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૧૦૦ મિલિયન ડોલર (રૂ.૮૪૦ કરોડ)ના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ૩૦ હજાર ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે.

આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ સેમી કન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સેમિ કન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે. કોરોના કાળ બાદ સૂચિ સેમિકોન કંપની દ્વારા ખૂબ ઓછા સમયમાં પ્લાન્ટ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં તેમના સેમી કન્ડકટર મેન્યુફેક્ચરિંગના વિઝનની વડાપ્રધાનશ્રીએ પણ સરાહના કરી હતી અને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.

મંત્રીશ્રી સી.આર.પાટીલે કહ્યું કે, દેશમાં મેડિકલ ડિવાઈસ બનાવવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાતમાં મેડિકલ ડિવાઈસ બનાવવામાં સુરત પ્રથમ ક્રમે છે. તાપીથી વાપીની ધરતીનું પાણી જ ઉદ્યોગકારોને સાહસ કરવા પ્રેરે છે. આ ધરતીની તાસીર જ રહી છે કે ઉદ્યોગ સાહસિકો જે ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં ડંકો વગાડે છે.

તેમણે સૂચિ સેમિકોનના સ્થાપક શ્રી અશોક મહેતાને અભિનંદન આપતા કહ્યું કે, રૂ.૧૫૦૦ ની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર અશોકભાઈ આજે સેમી કન્ડકટર પ્લાન્ટમાં ૧૫૦૦ હોનહાર ઇલેક્ટ્રોનિક એન્જિનિયરોને રોજગારી આપી રહ્યા છે એમ જણાવી તેમણે ઉદ્યોગકારોને રેઈન વોટર હાર્વેસ્ટિંગથી જળસંચયને વેગ આપી ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં સહયોગી બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગૃહ, ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન જેવા કે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, ઓટોમોબાઈલ, એ.સી., ડિજિટલ મેડિકલ ડિવાઈસ, ઈન્ટરનેટની ડેટા ટેકનોલોજી વગેરેમાં ‘સેમીકન્ડક્ટર’ ચાલક બળ હોય છે. વડાપ્રધાનશ્રીના સેમી કન્ડકટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવાની ગુજરાત અને ગુજરાતીઓમાં ક્ષમતા છે, જે સૂચિ ગ્રુપે સાબિત કર્યું છે. સૂચિ ગ્રુપના સાહસથી માઈક્રો ચિપ્સના અન્ય ઉદ્યોગ સમૂહોને બુસ્ટ મળશે.

ઔદ્યોગિક વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે, એટલે જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમીકન્ડક્ટર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’બનાવવા માટે સરકારે જાન્યુઆરી-૨૦૨૨માં સેમીકન્ડક્ટર પોલિસી અમલી બનાવી છે. જેના પરિણામે સેમીકન્ડક્ટર-માઈક્રો ચિપ્સ અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે એમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.

સૂચિ ગ્રુપ દ્વારા ટેક્ષટાઈલના ટ્રેડિશનલ બિઝનેસની સાથોસાથ ડિજિટલ ટેક્નોલોજીના વ્યવસાય તરફ ડગ માંડવા એ અન્ય ઉદ્યોગકારો માટે પ્રેરણાદાયી છે એમ જણાવી ગૃહમંત્રીશ્રીએ સૂચિ સેમિકોનને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારે પ્રાસંગીક ઉદ્દબોધન કરતા કહ્યું કે, રાજ્ય સરકારે સ્થાનિક સેમી કન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગકારોને પ્રગતિની દિશા મળે એ માટે સેમીકન્ડક્ટર પોલિસી (૨૦૨૨-૨૦૨૭) જાહેર કરી છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. સરકારે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ કાર્યરત કર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT/ITes પોલિસી જાહેર કરી છે.

સુરતના ટેક્ષટાઈલ નિકાસકાર અને સુચિ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક અશોક મહેતાએ સેમીકન્ડક્ટર બિઝનેસમાં પ્રવેશની સફર વર્ણવી જણાવ્યું કે, ટેકનોલોજીના યુગમાં સેમિ કન્ડકટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૧ થી સતત બે વર્ષ સુધી રિસર્ચ અને એનાલિસિસ કર્યું હતું. આ માટે જુદા જુદા ૧૨ દેશોમાં ભ્રમણ કર્યું અને ગત એક વર્ષના સમયગાળામાં પ્લાન્ટનું કન્સ્ટ્રકશન કાર્ય પૂર્ણ કરી સ્ટેટ ઓફ ધ આર્ટ સેમી કન્ડકટર પ્લાન્ટ સાકાર કર્યો છે. માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે આ પ્લાન્ટ થકી લાભ મળશે. સેમીકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન અને સહકાર મળ્યા હોવાનું જણાવી શ્રી અશોક મહેતાએ માદરે વતન રાજસ્થાનના ચિત્તોડગઢ અને બડી સાદડી પરગણામાં આવનાર એક વર્ષમાં જળસંચય માટે ૫૦ રેઈન વોટર હાર્વેસ્ટિંગ બોર નિર્માણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

સૂચિ સેમિકોનના ડિરેક્ટરશ્રી શેતલ મહેતાએ જણાવ્યું કે, લોકલ કંપની સૂચિ દ્વારા ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુસાર સેમી કન્ડકટર ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં ટ્રાયલ બેઝ પર ઉત્પાદન કરાશે, ત્યારબાદ કોમર્શિયલ બેઝ પર ક્વોલિટેટિવ ઉત્પાદન કરાશે. આગામી પાંચ વર્ષમાં ૧૨૦૦ જેટલી નવી રોજગારી આપીશું. આ વેળાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સેમિ કન્ડકટર પ્લાન્ટ શરૂ થવા બદલ પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ/બાયોટેકનોલોજી મિશનના એમ. ડી. મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, જે કે પેપર લિ. ના પ્રેસિડેન્ટ એ. એસ. મહેતા સહિત ઉદ્યોગકારો, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. –

दु:ख पाप के कारण है, किसी व्यक्ति के कारण नहीं है : आचार्य श्री जिनमणिप्रभसूरीश्वरजी म.सा.


सूरत। शहर के पाल स्थित श्री कुशल कांति खरतरगच्छ भवन पाल में युग दिवाकर खरतरगच्छाधिपति आचार्य श्री जिनमणिप्रभसूरीश्वरजी म.सा. की निश्रा में चातुमार्स अंतिम सप्ताह में प्रवेश हो चुका है। आचार्य श्री जिनमणिप्रभसूरीश्वरजी म.सा. ने प्रवचन में सोमवार 11 नवंबर को कहा कि काल का प्रवाह अखंड है। इसमें किसी भी प्रकार का अवरोध नहीं है। उत्तराध्ययन सूत्र का दसवा अध्याय बड़ा महत्वपूर्ण है। दो शब्द बड़े महत्वपूर्ण है एक उपयोग और एक उपासना। दोनों में उप शब्दों का प्रयोग है। एक में योग है एक में आसन है। उपयोग महत्वपूर्ण या उपासना? संसार के क्षेत्र में उपयोग महत्वपूर्ण है और अध्यात्म के क्षेत्र में उपासना महत्वपूर्ण है। उपयोग और उपासना दोनों को अपने जीवन में उतार ले। समय महत्वपूर्ण नहीं है, महत्वपूर्ण रूचि, परिणाम है।

नजर हमेशा परिणाम, भविष्य पर चाहिए। दु:ख पाप के कारण है, किसी व्यक्ति के कारण नहीं है। चाहे वह शारीरिक, मानसिक, आर्थिक, सामाजिक या किसी भी प्रकार की पीड़ा हो। दु:ख पाप के कारण है ऐसा चिंतन समाधि देता है। सुख धर्म के कारण है ऐसा चिंतन समर्पण देता है। एकत्व भाव के बिना समर्पण पैदा नहीं होता। धर्म के क्षेत्र में एकत्व भाव चाहिए, संसार के क्षेत्र में अन्यत्व भाव चाहिए। एकत्व की भावना जहां है वह समाज भी प्रगति करता है। सारे ग्रह हमारे भीतर है। हमारी मुस्कराहट हमारा चंद्र है, हमारी बुद्धि परोपकारी में लगती है तो समझो बुध प्रवेश कर गया। गुरू के प्रति जब समर्पित हो जाते है तो गुरू ग्रह हमारे अंदर तेजस्विता के साथ प्रकट हो जाता है।

जब मंगल भाव रखते हो तो मंगल हमारे अंदर प्रकट हो जाता है। जब दूसरों के लिए बाधा बनते है तो समझो शनि हो गए। इस छोटीसी जिंदगी को हमें सार्थक करना है। आज जालोर विधानसभा क्षेत्र विधायक जोगेश्वर गर्ग ने आचार्यश्री का आशीर्वाद लिया। पाल संघ द्वारा मेहमानों का बहुमान किया गया।

09 नवंबरः जानिए कैसा होगा आप का आज का दिन


आज का राशिफल

******

मेष: आज आप जनता के प्रिय बनेंगे। आपमें एक विशेष आकर्षण रहेगा। जमीन-जायदाद से संबंधित क्षेत्रों में उत्तम लाभ मिलेगा। आपको अपने पिता के आशीर्वाद से शासन द्वारा सम्मानित किए जाने की संभावना रहेगी। सांयकाल के समय माता को शारीरिक कष्ट होने से आपको कुछ देर परेशानी रहेगी।

वृषभ: आपके अंदर निर्भीकता का भाव संचार करेगा, इसलिए आप निर्भयता से अपने कार्यों को संपन्न कराने में सक्षम रहेंगे। जीवनसाथी के साथ आज बहुत मधुर संबंध रहेंगे। सायंकाल से रात्रि पर्यन्त अच्छे वाहन द्वारा यात्रा होगी।

मिथुन: आज आप इस बात का पूरा ध्यान रखें कि आपकी कोई बात सामने वाले को बुरी ना लग जाए। यदि आपका धन कहीं रूका हुआ है तो आज मिल सकता है। बुद्धि विवके से लिए गए निर्णय लाभप्रद रहेंगे। सायंकाल से रात्रि का समय मंगलमय आयोजन में व्यतीत होगा।

कर्क: आज आपको अकारण छोटे भाई-बहनों के असहयोग का भागी बनना पड़ेगा। आप अपने स्वभाव के प्रति गंभीर रहें, कड़ी मेहनत से ही अपने कार्यों में सफल हो सकेंगे। भौतिक सुख साधनों पर खर्चा अधिक होगा। शत्रु अपने षडय़ंत्रों में सफल नहीं हो पाएंगे।

सिंह: आपके अंदर परोपकार एवं दान पुण्य की भावना बढऩे लगेगी। आज आपका अधिक समय धार्मिक अनुष्ठानों में व्यतीत होगा। आत्मविश्वास के बल पर किए गए प्रयासों में सफलता मिलेगी। पुराने रूके हुए कार्य थोड़ा खर्च करने से बन सकते हैं। नई योजनाओं पर आज काम शुरू हो जाएगा।

कन्या: भाग्य की दृष्टि से आज का दिन अच्छा रहेगा। यदि पिछले दिनों से शरीर में कोई कष्ट चला आ रहा है तो उसमें सुधार होगा। संतान से शुभ समाचार मिलने के संकेत हैं। भतीजे का सहयोग मिलने की संभावना बनी रहेगी।

तुला: यदि आप विद्यार्थी हैं तो आपकी शैक्षणिक दिशा में परिवर्तन होगा। शिक्षा की ओर आपकी रूचि बढ़ेगी। नए कार्य सीखने में सफल होंगे। आप अपनी बातों को सत्य साबित करने में सफल रहेंगे। माता-पिता, गुरू के प्रति निष्ठा, भक्तिभाव प्रतिष्ठा वृद्धि में सहायक होगा।

वृश्चिक: आज आमदनी में ज्यादा खर्च की स्थिति रहेगी। संतान के द्वारा किए गए श्रेष्ठ कार्यों से आपके मान सम्मान में वृद्धि होगी। आप अपने धैर्य तथा प्रतिभा से शत्रु पक्ष पर विजय प्राप्त करने में सफल रहेंगे। सैर सपाटे व मौज मस्ती में समय व्यतीत होगा।

धनु: विद्या बुद्धि ज्ञान की वृद्धि होगी। आपके कठिन प्रयासों से इच्छा की पूर्ति होगी। बृहस्पति शासन का प्रतिनिधि है, इसलिए शासन द्वारा आपको सम्मानित किए जाने की प्रबल संभावना है। सायंकाल धार्मिक अनुष्ठानों पर समय व्यतीत होगा। शुभ व्यय कीर्ति की वृद्धि होगी।

मकर: आज आपको पूर्वजों से धन मिलने की संभावना है। तंत्र-मंत्र साधना में आपकी रूचि बढ़ सकती है। बिना मांगे किसी को सलाह न दें उस पर उल्टा ही असर होगा। रात्रि के समय पुण्य कार्य में लगेंगे, जिससे आपका मन शान्त और प्रसन्न रहेगा।

कुंभ: आमदनी की बढ़ोतरी के लिए किए गए प्रयास शत प्रतिशत सफल रहेंगे। श्रेष्ठ मार्गों द्वारा प्राप्त धन से कोष वृद्धि होगी। भाग्य की दृष्टि से आज का दिन अच्छा रहेगा। आज आपको हर क्षेत्र में लाभ की प्राप्ति होगी। आपको मित्रों का सहयोग मिलेगा एवं नए अच्छे मित्र भी मिलेंगे।

मीन: आज आपकी अपनी संपत्ति में वृद्धि होगी। आपको ननिहाल से मान सम्मान मिलेगा। आपको पत्नी पक्ष एवं पत्नी की ओर से पूर्ण सहयोग मिलेगा। नौकरी में गुप्त शत्रु चुगली करेंगे।

आज का पंचांग
==========

तिथि    अष्टमी    10:47 PM
नक्षत्र     श्रवण    11:48 AM
करण     विष्टि,    11:27 AM,
बव     10:47 PM
पक्ष       शुक्ल
अगले दिन
योग      वृद्धि     04:22 AM
वार      शनिवार
सूर्योदय           06:39 AM
सूर्यास्त            05:30 PM
चन्द्रमा  मकर   11:28 PM
राहुकाल  09:22 – 10:43 AM
विक्रमी संवत्  2081
शक सम्वत  1946 (क्रोधी)
मास अमांत      कार्तिक
मास पूर्णिमांत   कार्तिक
शुभ मुहूर्त
अभीजित  11:43 – 12:26 PM

आंखों में स्वाध्याय और सत्संग का अंजन होना चाहिए : मनितप्रभ

म.सा. सूरत।

श्री कुशल कांति खरतरगच्छ भवन पाल में चातुर्मास काल में युग दिवाकर खरतरगच्छाधिपति आचार्य श्री जिनमणिप्रभसूरीश्वरजी म.सा. जी का पावन सान्निध्य प्राप्त कर सूरतवासी एक ओर जहां धर्म गंगा का अपने शहर में लाभ उठा रहे है वहीं अब चातुर्मास संपन्नता के कुछ ही दिन शेष होने से मानों गुरूदेव के मंगल विहार की घड़ियां श्रद्धालु दिलों को भावुक कर रही हैं। अनेकों शिविरों, कार्यक्रमों के साथ ज्यों क्यों एक एक दिन बीत रहा है सूरतवासी भी अपने आराध्य की उपासना के एक एक क्षण से मानों चूकना नहीं चाहते।

हजारों श्रद्धालु श्री कुशल कांति खरतरगच्छ भवन पाल में आचार्यश्री एवं साधु साध्वियों से तत्व–जिज्ञासा, धर्म श्रवण करने हेतु उपस्थित रहते है। गुरुवार 7 नवंबर को प्रवचन में मनितप्रभ म.सा. ने कहा कि जीवन में कौनसा पल अंतिम होगा ऐसी बुद्धि ज्ञान व्यक्ति के पास नहीं है। सभी को हीरा बनाना है। अपना मूल्यांकन किए बिना हमने बहुत सारे भव गवा दिए।हम हीरे को कंकर समझते रहे और कंकर को हीरा समझते रहे। कुछ पल का आनंद, नश्वर सुखों के लिए अपना जीवन गवा रहे हैं। बीते हुए दिन वापस नहीं आते हैं, गई जवानी वापस नहीं लौटी है, डूबता हुआ सूरज वापस नहीं उगता है और मुरझाया हुआ फूल वापस नहीं खिलता है।

बाह्य व्यवहार तो बदलने चाहिए, साथ-साथ अंततरंग स्वभाव परिवर्तन परिमार्जन जरूरी है। बाकी सब चीजों की चिंता छोड़कर आत्मा और भविष्य की चिंता करनी है। पदार्थ अपने स्वभाव में लीन रहते है। प्रेम का रिश्ता होता है तो आत्मा का रिश्ता जोड़ता है। वस्तु का मूल्य होने पर ही उसे पूछा जाता है। पुण्यशाली होते हैं जिन्हें गुरु भगवंत याद रखते हैं। आंखों में स्वाध्याय और सत्संग का अंजन होना चाहिए।

સુરતઃ મંગળવારે આ વિસ્તારોમાં મુકાશે પાણીકાપ

મેન્ટેનેન્સ કારણોસર તા.૧૨/૧૧/૨૦૨૪ મંગળવારના રોજ પાણી પુરવઠો સંપૂર્ણ બંધ/ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં રહેશે તથા તા.૧૩/૧૧/૨૦૨૪ બુધવારના રોજ ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં મળવાની શકયતાઓ રહેલી છે.

૧-નવો પૂર્વ ઝોન-બી (સરથાણા)
ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં

બપોરનો સપ્લાય: (૧ર:૩૦ થી ૩:૪પ) નવો પૂર્વ ઝોન-બીમાં ટી.પી. સ્કીમ નં. ૩૮ (નાના વરાછા), ટી.પી. સ્કીમ નં. ર૦ (નાના વરાછા-કાપોદ્રા), નાના વરાછા ગામતળ તથા ચોપાટી સરથાણા મેઈન રોડ અને બંને બાજુનો વિસ્તાર તેમજ તેની આસપાસની તમામ સોસાયટી/લાગુ વિસ્તારો.

સંપૂર્ણ બંધ સીમાડા જળવિતરણ મથકથી ઓવરહેડ ટાંકી ESR- E1 (સપ્લાય સમય:-સવારે ૧ર:૦૦ થી રાત્રે ૮:૦૦) પૈકીના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટી.પી. સ્કીમ નં. ર૧,રર અને ૬૮ માં સમાવિષ્ટ સીમાડા, સરથાણા જકાતનાકાથી સ્વામી નારાયણ બસપાર્કિંગ સુધી ડાબી તથા જમણી તરફનો વિસ્તાર અને તેને લાગુ સોસાયટીઓં

પૂર્વ ઝોન – એ (વરાછા)ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં બપોરનો સપ્લાય: (સાંજે ૧ર:૩૦ થી ૩:૪પ) રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા તેમજ સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર

સંપૂર્ણ બંધ

પુણા જળવિતરણ મથકથી ઓવરહેડ ટાંકી ESR-E૩ (સપ્લાય સમય :- બપોરે ર:૩૦ થી ૧૦:૩૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનાં સંગના-૧ અને ર, પંચવટી તથા યોગીચોક થી બાપા સીતારામ ચોક સુધીનો ડાબી તેમજ જમણી બાજુનો તમામ લાગુ સોસાયટી/ વિસ્તારો

સંપૂર્ણ બંધ

મગોબ જળવિતરણ મથકથી ઓવરહેડ ટાંકી ESR – E8 (સપ્લાય સમય :-સવારે ૧ર:૩૦ થી રાત્રે ૯:૦૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનાં ટી.પી. સ્કીમ નં. ૧૦ અને ૧ર સમાવિષ્ટ પુણા ગામતળ, નંદનવન, માતૃ શકિત, સીતાનગર, કલ્યાણ નગર, વલ્લભ નગર, અભયનગર, આશીર્વાદ, ભૈયાનગર, વિધાતા, અમરદીપ, વિનાયક, રંગ અવધુત, જય ભવાની, મોમાઈ નગર, ભૈયાનગરથી પુણાગામ પોલીસ ચોકી તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો તેમજ ઓવરહેડ ટાંકી ESR- E10 (સપ્લાય સમય :- સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટી.પી. સ્કીમ નં. પ૩ માં સમાવિષ્ટ મગોબ, પૂણા પૈકી ઓમશાંતિનિકેતન, મુકિતધામ, ભૈયાનગર, તુલસી કૃપા, સ્વાગત કોમ્પલેક્ષ, શુભમ એવન્યુ વિગેરે સોસાયટી તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો.

સાઉથ – ઈસ્ટ ઝોન (લિંબાયત)સંપૂર્ણ બંધ

સાંજનો સપ્લાય: (સાંજે ૬:૦૦ થી ૧૦:૦૦) નીલગીરી સર્કલ તેમજ લક્ષ્મણનગર ફાટકની આજુબાજુનો વિસ્તાર, નવાગામ પટેલ ફળીયાની આજુબાજુનો વિસ્તાર, નંદનવન સોસાયટી, ટી.પી.સ્કીમ નં. ૩૯ પાર્ટ, ૪૦ અને ૪૧નો વિસ્તાર

સંપૂર્ણ બંધ

ગોદાડરા તથા ડીંડોલી જળવિતરણ મથક સંલગ્ન ઓવરહેડ ટાંકી ESR-SE9 (સપ્લાય સમય :- સવારે ૯:૩૦ થી સાંજે ૪:૦૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતા મધુસુદન, મણિ રત્ન, નીલકંઠ નગર, સાંઈધામ, મહારાણા પ્રતાપ નગર, રઘુનંદન સોસાયટી, ઋષિ નગર, કેસર ભવાની, વ્રજધામ, શિવ પાર્ક, દેવિકૃપા, ખોડિયાર નગર ૧,ર,૩, પટેલ નગર, શ્યામ શ્રુષ્ટિ, મનુસ્મૃતિ, દેવીદર્શન, વૃંદાવન પાર્ક, ગોડાદરા ગામતળ, ધીરજ નગર-૧,ર, ક્રિશ્ના પાર્ક, કૌશલ નગર, માનસરોવર-એ,બી,સી,ડી, સાંઈ સુષ્ટિ, શિવ સાગર, શામળાધામ તથા લાગુ અન્ય સોસાયટીઓં,

ESR-SE10 (સપ્લાય સમય :- સાંજે પ:૦૦ થી રાત્રે ૧૧:૦૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતા ડિકે નગર, ગણેશ નગર-૧,ર, શ્રીજી નગર-૧,ર, કૈલાશ નગર, આસ્તિક નગર-૧,ર,૩,૪,પ, પ્રિયંકાપાર્ક, ગાયત્રીકૃપા, મહાદેવ નગર, હાઉશીગ બોર્ડ, નર્મદ નગર, પ્રિયંકાસીટી પલ્સ, કુબેરનગર, શિવકૃપા, શિક્તવિજય, રોશનીનગર, રામરાજ્ય, કલ્પનાનગર, પટેલ નગર, જીગ્નેશનગર તથા અન્ય લાગુ સોસાયટીઓ,

ESR-SE1 (સપ્લાય સમય :- સાંજે પ:૦૦ થી રાત્રે ૧૦:૩૦) ના નેટવર્કમાં ગાયત્રી નગર-૧,૨, ખોડિયાર નગર, સંતોષી નગર, પ્રિયંકા નગર-૧,૨ જિતેષ પાર્ક, શિવ સાઇ શક્તિ, શ્રધ્ધા સોસાયટી, સહ્જાનંદ સોસાયાટી, ઓમ સાઇ શક્તિ, ચિત્રકુત સોસાયટી, હસ્તિ નગર, હાઇરાઇઝ શુભ વાટીકા-૪, ચેતન નગર, ઠાકોર નગર, અમીધારા સોસાયટી, માનસી રેસીડેંસી, મોદી એસ્ટેટ, મોર્ય નગર વિગેરે સોસાયટીઓ,

ESR-SE2 (સપ્લાય સમય :- સવારે ૬:૦૦ થી બપોરે ૧૨:૦૦) ના નેટવર્કમાં ઓમનગરની ૧૪ સોસાયટી, અંબિકા નગર-૧,ર મા ક્રુપા, વિજય નગર, જય જલારામ, કુષ્ણ કુંજ, તિરૂપતી, આલોક નગર, મિલેનિયમ પાર્ક-૧,૨ વિ. સોસાયટીઓ,

ESR-SE૩ (સપ્લાય સમય :- સવારે ૬:૦૦ થી બપોરે ૧૨:૦૦) ના નેટવર્કમાં મહાદેવ નગર-૧,૨,૩,૪ અને ૫ લક્ષ્મીનારાયણ-૨, શ્રી સાઇ નગર, હરિ ધ્વારા, મંગલદીપ, ગંગા સાગર, અયોધ્યા, અંબિકા, તિરૂપતી, યોગેશ્વર પાર્ક, રામીપાર્ક, અંબિકા પાર્ક, મિરાનગર-૧, ગોવર્ધન-૧,૨, ડિન્ડોલી ગામતર વિ. સોસાયટીઓનો પાણી પુરવઠો,

ESR-11 (સ્માર્ટ સીટી) (સપ્લાય સમય :- સવારે ૬:૦૦ થી રાત્રે ૧૨:૩૦) પરવત ગામથી ઋષિવિહાર ટાઉનશીપ વાયા માધવબાગ, વૃંદાવન સોસાયટી, મહારાણા પ્રતાપ ચોકથી ઋષિવિહાર ટાઉનશીપ મીડલ રીંગરોડની બંને તરફનો વિસ્તાર,

ESR-12 ભેસ્તાન આવાસ, શાંતિવન આજુબાજુનો વિસ્તાર,

ESR-13 બપોરનો સપ્લાય : ભેસ્તાન, ઉમ્મીદનગર, સાઈપૂજન આજુબાજુનો વિસ્તાર.

સાઉથ ઝોન (ઉધના)

સંપૂર્ણ બંધ

વડોદ જળવિતરણ મથકથી ESR-SE6 વડોદ દીપ્લી ડુંડી (બપોરે ૧ર:૦૦ થી ર:૦૦) દીપ્લી ગામ, ડુંડી ગામ, અનુપમ સીટી, પ્રાઈમ પોઈન્ટ સહિતના વિસ્તાર, ESR-SE7 વડોદ (સવારે ૦૭:૦૦ થી ૧ર:૦૦) ટાંકી દ્વારા વડોદ ગામની વડોદ, ગણેશ નગર, મોહનસોસાયટીના વિભાગો, રામ નગર સહિતના રહેણાંક તથા ઇન્ડસ્ટ્રીયલ સહીત કુષ્ણ નગર વડોદ, વડોદ આવાસ, ગજાનંદ સંકુલ સહિતના વિસ્તાર ESR-SE8 બમરોલી – વડોદ (સવારે ૦૭:૦૦ થી ૧ર:૦૦) ટાંકી પાયોનીયર ડ્રીમ, વડોદનો રહેણાંક તથા ઇન્ડસ્ટ્રીયલ સહીતનો વિસ્તાર તથા બમરોલી વિસ્તારની સુખીનાગર, જય ક્રીષ્ણા નગર, લક્ષમી નગર, અમીધારા સોસાયટી, જયઅંબે સોસાયટી, ઈન્દ્ર સોસાયટી, મોલન પોઈંટ આસપાસના વિસ્તાર ESR-SE16 ડુંડી (બપોરે ૧ર:૦૦ થી ૦૧:૦૦) આનંદો હોમ્સ, વિશ્વકર્મા હોમ્સ સહિતના વિસ્તારની સોસાયટીઓ સહિતના વિસ્તાર ESR-SE17 બમરોલી (સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦) નો પ્રભાવિત થયો વિસ્તાર બમરોલી ગામતરના વિવિધ ફળિયાઓ, વસાહતો સહિતના વિસ્તારમાં, ESR-SE18 બમરોલી (સાંજે ૦૪:૦૦ થી રાત્રે ૧૦:૩૦) સુગલ હોમ્સ, હાઈટ્સ રવિ નગર હરસિધીનગર, રામેશ્વર ગ્રીન, હિલ્સ બાલાજી નગર, આશિષ નગર, ગીતા નગર ૧,૨,૩, તુલસી ધામ, પ્રભુ નગર, તેરેનામ રોડ સહિતના વિસ્તાર, મારુતિ નગર, મરાઠા નગર, કૈલાસ નગર, મહા લક્ષ્મી નગર, ઈશ્વર નગર, આકાશ નગર, ભકિત નગર, (ટી.પી.-પ૮ બમરોલી) તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો.

ભેસ્તાન જળવિતરણ મથકથી ESR-SE4 (સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦) ઉનગામ, ઉધના, સચિન રોડની પશ્ચિમ દિશા તરફનો વિસ્તાર, ESR-SE4 (સાંજે ૦૪:૧૫ થી ૦૭:૧૫) ઉનગામ, તીરૂપતી નગર, આસ્મા નગર, જલારામ નગર, ઉધના-સચિન રોડનું પૂર્વ દિશા તરફનો વિસ્તાર, ESR-SE5 (સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦) તિરૂપતી બાલાજી, હાલીમા રેસીડેન્સી, રાહત રેસીડેન્સી તથા આજુબાજુનો વિસ્તાર, ESR-SE5 (બપોરે ૦૩:૦૦ થી રાત્રે ૧૧:૦૦) ગભેણી, ગભેણી ગામતળ, ઈશ્વરનગર, સોમનાથ નગર, રામેશ્વરમ નગર તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો, ESR-SE14 (બપોરે ૧૧:૦૦ થી ૦ર:૦૦) ઉન, સોનારી, ભીંડીબજાર તથા આજુબાજુનો વિસ્તાર, ESR-SE15 (સવારે ૦૮:૦૦ થી બપોરે ૦ર:૦૦) જીયાવ, બુડિયા ગામ, ESR-SE15(સાંજે ૦૯:૦૦ થી ૧૦:૩૦) સાઇ નગર સોસાયટી વિગેરે વિસ્તાર, ડીંડોલી (કનકપુર ટાંકીનો સપ્લાય) કનકપુર- કનસાડ, સચીન, પારડી-કણદે તથા તેની આસપાસની લાગુ સોસાયટી/વિસ્તારો.

­૫-સેન્ટ્રલ ઝોન

ઓછા પ્રેશરથી /ઓછા જથ્થામાં

સાંજનો સપ્લાય: (સાંજે ૬:રપ થી ૧૧:૦૦) રેલ્વે સ્ટેશન, દિલ્હીગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર.

સદરહું કારણોસર સદર વિસ્તારોમાં તા.૧૨/૧૧/૨૦૨૪ મંગળવારના રોજ પાણી પુરવઠો સંપૂર્ણ બંધ/ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં રહેશે તથા તા.૧૩/૧૧/૨૦૨૪ બુધવારના રોજ ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં મળવાની શકયતાઓ રહી શકે. ઉપરોક્ત બાબતની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચતપૂર્વક ઉપયોગ કરવા વિનંતી. કામગીરી વહેલી પૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

पुष्यनक्षत्र पर बाज़ार मे हुई धनवर्षा- ज्वेलरी शो-रूमों मे देर रात तक खरीदी!


सूरत
पुष्यनक्षत्र के शुभ अवसर पर आज ज्वेलरी के अच्छी बिक्री रही।सबेरे से देर रात तक शहर के तमाम क्षेत्रों में ज्वेलरी के शोरूम खोले रखे। दिवाली के साथ लोगों ने लग्नसरा की भी ख़रीद आज ही कर ली। एक अंदाज के अनुसार सूरत सहित दक्षिण गुजरात मे 80 करोड रूपए का कारोबार रहने का अनुमान व्यक्त किया जा रहा है।


हिंदू परंपरा के अनुसार किसी भी नए कार्य की शुरूआत अथवा ख़रीद करने के लिए पुष्यनक्षत्र के दिन को शुभ माना जाता है। इस अवसर पर लोग ज्वेलरी, वाहन नए घर आदि की ख़रीद करते है। 24 अक्टूबर को पुष्यनक्षत्र होने के कारण बाज़ार मे अच्छा कारोबार रहा। ख़ासकर ज्वेलरी बाज़ार में तेज़ी दिखी।ज्वेलर के अनुसार कम क़ीमत और मध्यम क़ीमत की ज्वेलरी की अच्छी माँग रही। इसमे भी छोटी ज्वेलरी जैसे कि रिंग, कान की बूटी की माँग ज़्यादा रही। इसके अलावां लैबग्रान डायमंड की ज्वेलरी की भी डिमान्ड रही। बड़ी संख्या में लोगो में कई दिनों पहले से ही ऑर्डर बुक करा रखे थे उन्होंने भी आज डिलिवरी ली। बताया जा रहा है कि सोना, चाँदी की क़ीमत सतत बढ़ रही होने के कारण कई लोगों ने लग्नसरा की ख़रीद भी आज ही कर ली।

पुष्यनक्षत्र पर ज्वेलरी बाज़ार में हमेशा तेज़ी रहती है। इसे देखते हुए शहर के भागल, वेसू, भटार, वराछा, कापोद्रा, उधना क्षेत्र में सवेरे 9 बजे से ज्वेलरी की दुकान और शोरूम खुल गए थे जो की रात के 1 बजे तक खुले रहे। सोना-चाँदी की बढ़ती क़ीमत को देखते हुए ज्वेलर ने मेकिंग चार्ज घटा दिए। इन दिनों लोगों का पगार और बोनस हो जाने के कारण हाथ में आवक होने से भी लोगों ने भी बड़े पैमाने पर ख़रीद की। इसी तरह टु- व्हीलर और फोर-व्हीलर में भी बाज़ार अच्छा रहा। बीते वर्ष से इस साल अच्छा कारोबार रहा।

ભારતમાં સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીએ ૪૮૦ મિલિયન લોકોને રોજગાર આપ્યો છેઃ ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

ચેમ્બર ઓફ કોમર્સ અને ધ ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીની વચ્ચે SMEs અને MSMEને પ્રોત્સાહન આપવાના હેતુથી સમજૂતી કરાર થયા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ધ ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીની (AIAI) વચ્ચે સ્મોલ (SMEs) અને મીડિયમ ઈન્ડસ્ટ્રી (MSME)ને પ્રોત્સાહન આપવાના હેતુથી તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા તથા મુંબઈ સ્થિત ઉઝબેકિસ્તાનના કોન્સુલેટ અને AIAI ના પ્રમુખ શ્રી વિજય કલાંત્રીએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રી મહત્વનું યોગદાન આપવાની સાથે જ રોજગારીની તકો પણ પૂરી પાડે છે. ભારતમાં સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીએ ૪૮૦ મિલિયન લોકોને રોજગાર આપ્યો છે. તેવી સ્થિતિમાં તેમને પ્રોત્સાહન મળે અને પડકારોનો સામનો કરવા તેઓ સક્ષમ બને તે માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઈન્ડસ્ટ્રીને આગળ ધપાવવા સૌએ સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે.

શ્રી વિજય કલાંત્રીએ AIAI વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ (AIAI) ૫૦,૦૦૦ થી વધુ ઉદ્યોગોને ટેકો આપે છે, જેમાં ૭૦% સભ્યો SME છે. AIAI નું મિશન ઉદ્યોગ દ્વારા સમૃદ્ધિના સેતુઓનું નિર્માણ કરવાનું છે, SME ને વૈશ્વિકીકરણ, વિલીનીકરણ અને ટેકઓવરના પડકારોને નેવિગેટ કરવામાં મદદ કરવાનું છે.

આ દરમિયાન તેમણે સમાનતાના આધારે રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સાહસો અને સહયોગ અને પરસ્પર લાભ અને તમામ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને દરેક એક્ઝિબિશન અને ઇવેન્ટ્સને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું.

આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લ અને ગ્રૃપ ચેરમેન ડો. અનિલ સરાવગી ઉપસ્થિત રહ્યા હતા.

60% ગ્રાહકો જ વિદ્યુત ઉપકરણોની ખરીદી કરતી વખતે BIS પ્રમાણપત્ર માટે તપાસ કરે છે: ચેમ્બરના માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા

ચેમ્બર ઓફ કોમર્સ અને BIS ના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્સ્યુરીંગ સેફ્ટી અને કોમ્પ્લાયન્સ’ વિષે સેશન યોજાયું

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS)ના સંયુક્ત ઉપક્રમે મંગળવારે, તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે, સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘ઈન્સ્યુરીંગ સેફ્ટી અને કોમ્પ્લાયન્સ’ વિષય પર અવેરનેસ સેશન યોજાયું હતું, જેમાં બીઆઈએસ સુરતના જોઈન્ટ ડિરેક્ટર શ્રી નિખિલ રાજ અને બીઆઈએસ સુરતના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી ધનરાજ કરાડે ઉદ્યોગ સાહસિકોને બીઆઈએસના નિયમો, ધોરણો અને ઉદ્યોગમાં ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ વિશે લેવાની તકેદારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના ઉત્પાદનો જરૂરી ગુણવત્તા અને સલામતી માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે કરવામાં આવી છે. વિદ્યુત ઉત્પાદનો માટે BIS ધોરણોનું પાલન ન કરવાથી આગના જોખમો, વિદ્યુત આંચકા અથવા સાધનોની નિષ્ફળતા સહિતના ગંભીર પરિણામો આવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક અને વ્યાપારી જગ્યાઓમાં આગ સંબંધિત 30% થી વધુ ઘટનાઓ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે થઈ છે, જે સલામતી ધોરણોનું પાલન કરવાની મહત્વપૂર્ણ જરૂરિયાતને પ્રકાશિત કરે છે. BIS પ્રમાણપત્ર હવે 200 થી વધુ વિદ્યુત ઉપકરણો માટે ફરજિયાત છે, તે સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદનો ઉચ્ચતમ સલામતી અને પ્રદર્શન ધોરણોને પૂર્ણ કરે છે. ભારત વાર્ષિક ધોરણે 8 બિલિયન ડોલર મૂલ્યના વિદ્યુત ઉપકરણોની નિકાસ કરે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવામાં BIS ધોરણોનું પાલન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, માત્ર 60% ગ્રાહકો જ વિદ્યુત ઉપકરણોની ખરીદી કરતી વખતે BIS પ્રમાણપત્ર માટે સક્રિયપણે તપાસ કરે છે, જે વધુ જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.

શ્રી નિખિલ રાજે જણાવ્યું હતું કે, બીઆઈએસના તમામ પ્રોડક્ટની ટેકનિકલ ડિવિઝનલ કાઉન્સિલ દ્વારા બનાવવામાં આવતી હોય છે. બીઆઈએસ દ્વારા ૨૩,૦૦૦ થી વધુ સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા છે. આ સ્ટાન્ડર્ડસમાં પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્ અને મેથડ ઓફ ટેસ્ટ જેવા સ્ટાન્ડર્ડ્નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજે ૯૨૦ નવા સ્ટાન્ડર્ડ્સ બન્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે બીઆઈએસના વિવિધ સર્ટિફિકેશન અને ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર વિશેની માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોરેન મેન્યુફેક્ચર્સ સ્કીમમાં સિમેન્ટ, સ્ટીલના પ્રોડક્ટ, વુડના પ્રોડક્ટ, થર્મોમીટરની સાથે જ ટેક્ષ્ટાઈલના અનેક પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. બીઆઈએસએ દેશમાં લેબોરેટરી રિકોગ્ઝનાઈઝેશન સ્કીમ પણ અમલી બનાવી છે, જે અન્ય લેબોરેટરીઝને પ્રોડક્ટનું પરીક્ષણ કરવાની પરવાનગી આપે છે.

શ્રી ધનરાજ કરાડેએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સના સેફ્ટી સ્ટાન્ડર્ડ્માં બે પ્રકાર આવે છે. પ્રથમ રૂટિન ટેસ્ટ (જે દરેક પ્રોડક્ટ પર કરવામાં આવે છે.) અને ટાઈપ ટેસ્ટ (જે પ્રોડક્ટમાં અથવા પ્રોસેસમાં મોડિફિકેશન થાય તો કરવામાં આવે.) હોમ અપ્લાયન્સ અને ઉદ્યોગના સ્થળે રૂટિન ટેસ્ટથી સુરક્ષા જળવાઈ રહે છે. રૂટિન ટેસ્ટમાં અર્થકન્ટીન્યુટી ટેસ્ટ, ઈલેક્ટ્રીકલ સ્ટ્રેન્થ ટેસ્ટ, ફંક્શનલ ટેસ્ટ અને પ્રોટેક્શન અગેનસ્ટ ઈલેક્ટ્રીકલ શોક તેમજ પ્રોવિઝન ઓફ આર્થિંગનો સમાવેશ થાય છે. ટાઈપ ટેસ્ટનો ઉપયોગ સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કરે છે. તેમણે વધુમાં વિવિધ પ્રોડક્ટની માર્કિંગ ફી વિશે માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ શ્રી દિલીપ ચશ્માવાલા, ચેમ્બરના સભ્યો અને ઉદ્યોગ સાહસિકો આ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની બુલિયન કમિટીના ચેરમેન શ્રી નૈનેશ પચ્ચીગરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બીઆઈએસ સુરત ઓફિસના સીનિયર ડાયરેક્ટર એન્ડ હેડ શ્રી એસ.કે. સિંઘએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની રિટેઈલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી પ્રમોદ ભગતે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યાર બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

सूरत कपड़ा बाज़ार की ग्राहकी में धूम :- CAIT

दीपावली देश का सबसे बड़ा त्यौहार है । कपड़ा व्यापारी के लिये दीपावली त्यौहार का बड़ा महत्व है देश भर के बाज़ारो में इस बार कपड़ा ग्राहकी में धूम है । सूरत के कपड़ा उद्योग में आठ साल बाद तेज़ी का माहोल देखने को मिला है जिससे सूरत कपड़ा मार्केट के 70000 छोटे बड़े सभी व्यापारियो में उत्साह का माहोल है । सूरत कपड़ा बाज़ार में वर्ष 2016 के बाद जीएसटी, नोट बंदी , कोरोना , और एमएसएमई में आयकर की धारा 43B (h)की वजह से लगातार लंबी मंदी के बाद इस बार की दीपावली में ग्राहकी शानदार और ज़ोरदार है । देश भर की सभी बाज़ारो में नवरात्रि , दुर्गापूजा , दीपावली , छठपूजा , पोंगल आदि त्यौहारों में कपड़े की माँग अच्छी है ।


सूरत कपड़ा उद्योग को इस त्यौहारों में क़रीबन 14000 करोड़ रुपए के व्यापार होने की उम्मीद है साथ ही सूरत से प्रतिदिन 350 ट्रक ट्रांसपोर्ट से माल जाना , रेलवे ट्रेन बुकिंग , बस , कार्गो , और ऑनलाइन से 5 लाख से ज़्यादा कनसाईनमेंट का काम हो रहा है और सूरत कपड़ा मार्केट की पार्किंग में पार्सल का अंबार लगा है व्यापारी ऑर्डर का माल 5-7 दिन बाद भेज पा रहे है ये सब बता रहे कि सूरत कपड़ा बाज़ार में तेज़ी का माहोल छाया हुआ है ।


कनफ़ेडरेशन ऑफ़ ऑल इंडिया ट्रेडर्स के टेक्सटाइल & गारमेंट कमेटी के राष्ट्रीय अध्यक्ष चम्पालाल बोथरा ने बताया कि सूरत से इस बार ज़्यादातर रेपियर जेकार्ड साड़ी , टॉप डायड जेकार्ड , गोल्ड क्रस्ट , करेंसी , टूवीलनेट, जिमिचू, रेनियल , सिफ़ॉन, दाणी , डिजिटल प्रिंट आदि फैब्रिक्स पे साउथ , यूपी, बिहार , झारखंड , मध्यप्रदेश , छतीसगढ़, दिल्ली , पंजाब , हरियाणा , राजस्थान , सहित संपूर्ण भारतवर्ष में कपड़े की माँग अच्छी है ।
सूरत में गारमेंट को लेके भी काफ़ी तेज़ी है कुरती , प्लाज़ो , गाउन , के साथ साथ गारमेंट फैब्रिक्स एवम् डिजिटल प्रिंट शार्टिंग की माँग अच्छी है । अहमदाबाद में काफ़ी प्रोसेस हाउस बंद होने से उन्होंने भी सूरत में प्रोसेस कराने लगे है और अहमदाबाद में सूरत के फैब्रिक्स के गारमेंट बनाने से वहाँ भी माँग ज़ोरदार है ।
सूरत में ईरोड़ , तिरुपुर , भिवंडी , मालेगांव , इचलकरंजी , जोधपुर , बालोंतरा का ग्रे कॉटन , रेयोन भी भरपूर सूरत आके बनके जा रहा है ।


एक्सपोर्ट में भी विस्कोस, रेयोन और सस्ते गारमेंट में पूछ परख बनी है ।सब कुछ अच्छा रहा तो आगे भी दीपावली के बाद लग्नसरा की ग्राहकी भी ज़ोरदार रहेगी परन्तु केन्दीय सरकार को आयकर की धारा 43B( h) में सुधार करना अनिवार्य है तभी छोटे व्यापारी को राहत मिलेगी नहीं तो जनवरी के बाद मजबूरन एमएसएमई को पेमेंट करने की लागत के दर से धंधा बंद करना होगा । केंद्रीय सरकार सूरत के 70000 व्यापारियो के लिये राहत समय पे दे तो कपड़ा उद्योग में धूम रहेगी ।

चम्पालाल बोथरा
टेक्सटाइल & गारमेंट
राष्ट्रीय चेयरमैन
CAIT

સેબીના નિયમોનું પાલન એ માત્ર રેગ્યુલેટરી ફોર્માલિટી નથી પણ ફાયનાન્શીયલ માર્કેટમાં ટ્રાન્સપરન્સી અને ક્રેડિબિલિટી જાળવી રાખવાનો એક માર્ગ છેઃ ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેબી સાથે કોમ્પ્લાયન્સ વિષય પર સેશન યોજાયું

સોવેરિન ગોલ્ડનું શોર્ટ ટર્મમાં વેચાણ કરતાં રોકાણકારને વધુ ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે લોંગ ટર્મ એટલે કે ૮ વર્ષ પછી સરકારને જ સોવેરિન ગોલ્ડનું વેચાણ કરતાં રોકાણકાર નોન-ટેક્ષેબલ રહે છે અને સારો નફો મેળવે છેઃ એસકેએસ કોમ્પ્લાયન્સ એડવાઈઝરના સંસ્થાપક શ્રી સૌરભ શાહ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવારે, તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે સેબી સાથે કોમ્પ્લાયન્સ વિષય પર સેશન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે એસકેએસ કોમ્પ્લાયન્સ એડવાઈઝરના સંસ્થાપક શ્રી સૌરભ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી બિરજુ મોરખિયા તથા કન્સલ્ટન્ટ શ્રી દેવેશ શાહે સ્ટોકબ્રોકર્સ અને એપી (ઓથોરાઈઝ્ડ પર્સન)ને સેબીના નિયમોમાં આવતાં ફેરબદલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સેબી ભારતના સિકયુરિટી માર્કેટ, ટ્રાન્સપરન્સી અને રોકાણકારોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સબ–બ્રોકર્સ તરીકે, સેબીના નિયમો માત્ર બિઝનેસ માટે જ નહીં, પરંતુ સમગ્ર બજારની વિશ્વસનીયતા માટે મહત્વના છે. જો કે, ટ્રેડિંગમાં ટેકનોલોજીને ઝડપથી અપનાવવાથી સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ અને ડેટા અંગેની ગોપનીયતા જેવા પડકારો પણ ઉભા થયા છે, ત્યારે સેબી ડેટા સિકયુરિટી, સસ્ટેનેબિલિટી તથા એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ કોમ્પ્લાયન્સની ફાયનાન્શીયલ માર્કેટની સાથે ગતિ જાળવી રાખવા સતત ડેવલપમેન્ટ કરી રહી છે, આથી સેબીના નિયમોનું પાલન એ માત્ર રેગ્યુલેટરી ફોર્માલિટી નથી પણ ફાયનાન્શીયલ માર્કેટમાં ટ્રાન્સપરન્સી અને ક્રેડિબિલિટી જાળવી રાખવાનો એક માર્ગ છે.’

શ્રી દેવેશ શાહે રોકાણકારોને ફિઝીકલ શેરને ડિમેટ કેવી રીતે કરવા તે અંગે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફિઝીકલ શેરમાં ઈક્વિટી, NCD, પાર્ટી પેડ અપ, PCD, બોન્ડ અને મ્યુચુઅલ ફંડ સર્ટિનો સમાવેશ થાય છે. ફિઝીકલ શેરને ડિમેટમાં કરવામાં આવતી સમસ્યાઓમાં મુખ્યત્વે સિંગલ નામ, એકાઉન્ટ બે અથવા ત્રણ નામો સાથે જોઈન્ટ હોવું, એક કરતાં વધુ સર્ટિફિકેટ અલગ-અલગ નામથી હોવા, જોઈન્ટ હોલ્ડિંગમાં એક હોલ્ડરનું એક્સ્પાયર થવું, હોલ્ડરનું મૃત્યુ થવું વગેરેનો સમાવેશ થાય છે.

શ્રી બિરજુ મોરખિયાએ જણાવ્યું હતું કે, ’૨૩ જુલાઇ ૨૦૨૪ના રોજના બજેટ પછી લિસ્ટેડ સ્ટોક્સ, ઈક્વિટી અને MFs/ETFsની ખરીદી કર્યા બાદ ૧૨ મહિના પૂર્ણ થવાના પહેલા વેચાણ (શોર્ટ ટર્મમાં વેચાણ) કરવામાં આવે તો ૨૦% અને ૧૨ મહિના પછી (લોંગ ટર્મમાં વેચાણ) વેચાણ કરવામાં આવે તો ૧૨.૫૦% ટકા ટેક્સ ચૂકવવો પડે છે. સોવેરિન ગોલ્ડનું શોર્ટ ટર્મમાં વેચાણ કરતાં રોકાણકારને વધુ ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે લોંગ ટર્મ એટલે કે ૮ વર્ષ પછી સરકારને જ સોવેરિન ગોલ્ડનું વેચાણ કરતાં રોકાણકાર નોન-ટેક્ષેબલ રહે છે અને સારો નફો મેળવે છે. ન્યુ રિઝીમ સેક્શન ૮૭-એ હેઠળ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના મૂડી લાભ માટે રૂ. ૨૫,૦૦૦ ની છૂટની મંજૂરી નથી. વધુમાં તેમણે ઈન્કમ ટેક્ષના સેક્શન ૫૪-એફ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

શ્રી સૌરભ શાહે રોકાણકારોને સેબીના કાયદાઓનું પાલન કરીને લાભ લેવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સેબી રોકાણકારોની સુરક્ષાને ધ્યાને રાખી નવા નિયમો લાવે છે. તેના પાછળ સેબીનો મુખ્ય હેતુ રોકાણકારને નુકસાન નહીં થાય તેવો છે. ઓથોરાઈઝ્ડ પર્સનએ પ્રિ-ઓર્ડર વખતે કન્ફર્મેશન અથવા વોઈસ રેકોર્ડિંગ રાખવી જોઈએ, જેથી સંકટના સમયે તેમનો બચાવ થઈ શકે. એપીએ ક્યારેય પણ પોતાના એકાઉન્ટમાં ગ્રાહક (રોકાણકાર)ના પૈસાની લેવડ-દેવડ નહીં કરવી જોઈએ. એપી પાસે શેરબ્રોકરનું સર્ટિફિકેટ ધરાવતું બોર્ડ હોય તો તે ઘરેથી જ કામ પણ કરી શકે છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એપીએ કોઈ પણ જાહેરાતથી પહેલા શેરબ્રોકર અને સેબી તરફથી પરવાનગી અવશ્ય લેવી જોઈએ. સાથે જ કોઈ પણ પ્રકારના ગેર-કાયદેસર કાર્યો નહીં કરવા જોઈએ.’

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, ઓથોરાઈઝડ પર્સન, રોકાણકારો અને શેરબ્રોકરો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ગ્રૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટના સભ્ય શ્રી ભરત ધામેલિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.