સુરતીઓ બન્યા યોગમય: ૧.૫૦ લાખ સુરતીઓએ સાથે મળીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

સુરતઃબુધવારઃ- સુરતીઓ જયારે કોઈ કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર કરે છે ત્યારે તેને પુર્ણ કરવા દિવસરાત એક કરી દે છે. આજે સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સર્જાયેલા વિશ્વ વિક્રમથી આ વાત સાબિત થઈ છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને સંકલ્પ શક્તિના બળે એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ સુરતીઓએ યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ઈતિહાસ સજર્યો છે. વહેલી સવારના ૪.૦૦ વાગ્યા થી જ યોગપ્રેમી સુરતીઓ જાણે યોગ કરવા માટે થનગની રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ સુરત શહેરના રસ્તાઓ વાહનોની અવરજવરથી ધમધમવા લાગ્યા હતા. રાત્રે ત્રણ વાગ્યે પણ દિવસ જેવો ચહલપહલનો માહોલ ઉભો થયો હતો. જાણે વાય જંકશનથી પાર્લે પોઈન્ટ તથા વાય જંકશનથી બ્રેડ લાઇન સર્કલ સુધીના બન્ને રસ્તાઓ પર માનવ મહેરામણ યોગ કરવા માટે ઉમટયો હતો.


ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના સતત માર્ગદર્શન હેઠળ રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવશ્રી અશ્વિનીકુમાર, ગુજરાત યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલ રાજપુત, મ્યુ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા સહિતના જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, યોગ પ્રશિક્ષણ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસ.ટી. નિગમના કર્મચારીઓ-ડ્રાઈવરો, રત્નકલાકારો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓની સહિયારી અને સામૂહિક અથાગ મહેનત રંગ લાવી હતી. સૌના સંયુક્ત પરિશ્રમથી વિશ્વ વિક્રમ સ્થાપિત થઈ શક્યો છે.

સુરતનું નામ ગિનીઝ બુકમાં દર્જ થતા સુરતીઓના આનંદની કોઈ સીમા નથી રહી. ઉપરાંત, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિથી સૌનો ઉત્સાહ બેવડાયો હતો. જાણે કે કોઈ સામૂહિક લગ્ન સમારોહમાં ઉમટી પડે તેમ ઉત્સાહભેર સુરતવાસીઓ યોગમય બન્યા હતા.આજે તા.૨૧મી જૂને વહેલી સવારથી જ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના ઔદ્યોગિક એકમોના કર્મયોગીઓ, યોગ બોર્ડના ટ્રેનરો, પતંજલિ, ગાયત્રી પરિવાર, આર્ટ ઓફ લિવીંગ, બ્રહ્માકુમારી સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ખાનગી એકમોના કર્મચારીઓ કોમન યોગ પ્રોટોકોલને અનુસરીને મોટી સંખ્યામાં યોગદિન ઉજવણીમાં જોડાયા હતા. સૌના ચહેરા પર વર્લ્ડ રેકોર્ડમાં નાનકડું યોગદાન આપ્યાનો આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો. આમ, સૌ સહિયારા પ્રયાસોના કારણે આજે સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. સુરત વધુ ખુબ સુરત બન્યું છે.


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક અને ગૃહરાજયં મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સુરતીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે જયારે આજે સમગ્ર વિશ્વમાં યોગનો વ્યાપ વધ્યો છે. આજે રાજ્યભરમાં સવા કરોડ ગુજરાતીઓએ યોગમય બન્યા હતા. ભારતની સાંસ્કૃતિક ધરોહર વિશ્વના ખુણે ખુણે પહોચે તેવા આશયથી સુરતીઓએ ભેગા મળીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે, સફળતા બદલ સૌ નાગરિકો, યોગપ્રેમી યુવાનો, નાના ભૂલકાઓ સહિત આબાલવૃદ્ધ સૌ કોઈ જનતાનો આભાર માન્યો હતો.

गुजरात प्रदेश अग्रवाल सम्मेलन के सूरत कार्यालय पर प्राणायाम एवं ध्यान योगा शिविर का आयोजन

आज अंतरराष्ट्रीय योग दिवस के उपलक्ष पर गुजरात प्रदेश अग्रवाल सम्मेलन के सूरत कार्यालय पर प्राणायाम एवं ध्यान योगा शिविर का आयोजन किया गया। योगा शिविर में सभी उपस्थित महानुभाव ने बहुत ही बढ़ चढ़कर हिस्सा लिया। योग एवं प्रणाम की महिमा पर सार्थक चर्चा भी हुई। इस अवसर पर कई अग्रणी उपस्थित रहे।

कोरोना के समय में शरीर की रोग प्रतिकारक शकित बढ़ाए रखने के लिए योग बहुत ही महत्वपूर्ण है। सिर्फ़ कोरोना में ही नहीं बल्कि सामान्य दिनों में योग करना चाहिए। जानकारों का कहना है कि कोरोना की तीसरी लहर घातक हो सकती है। ऐसे में पहले से ही पूर्व सावधानी रखना बेहतर है। सभी लोगों को कम से कम आधे घंटे से लेकर पौना घंटा तक योग करना चाहिए।